ભુજમાં રઘુવંશી ચોકડી પાસે છુટક પેટ્રોલ વેચતા લાગી આગ ?

ભુજ : શહેરમાં જુદા – જુદા સ્થળોએ કેબીનોમાં છુટક પેટ્રોલ વેચાતું હોય છે, તેવામાં રઘુવંશી ચોકડી પાસે પણ આ પ્રમાણે છુટક પેટ્રોલ વેચવામાં આવતું હતું, તે દરમિયાન આગનો બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિકેથી મળતી માહિતી પ્રમાણે આજે બપોરે દોઢ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. પેટ્રોલ વેચતા વ્યક્તિ સહિત પેટ્રોલ પુરાવનાર પણ દાઝ્‌યો હોવાનું લોકોએ જણાવ્યું હતું. અલબત તરત જ સ્થળ પર ૧૦૮ પહોંચી આવી હતી અને ઘાયલોને સારવાર માટે લઈ ગઈ હતી, જેથી સતાવાર વિગતો સાંપડી શકી નથી.