ભુજમાં રક્તતુલા અભિવાદન સમારોહ અંતર્ગત હિતેશભાઈ ખંડોરનું કરાયું સન્માન

ભુજ : કચ્છના સેવાભાવી યુવા નેતા હિતેશભાઈ હિંમતલાલ ખંડોરનો ભુજ તાલુકા તથા ભુજ શહેર યુવા સમિતી દ્વારા રક્તતુલા અભિવાદન સમારોહ વીબીસી સંકુલ ખાતે યોજાયો હતો. પ.પૂ. મહંત વિવેકમંગલ સ્વામી, પ.પૂ. લઘુમહંત મોલિકદાસ, પ.પૂ. મહંત જગદિશબાપુ, પ.પૂ. મહંત ભરતદાસજી, પ.પૂ. મહંત વાલજીદાદા કાપડી, પ.પૂ. મહંત જયંતીદાસજી પરષોત્તમદાસજી, પ.પૂ. પૂજારી જનાર્ધનભાઈ પી. દવે દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું.
વિવેકમંગલ સ્વામીએ હિતેશભાઈ ખંડોરને એમની ૨૩ વર્ષની કામગીરી માનવતા, જીવદયાના કાર્યો બદલ આશીર્વાદ પાવ્યા હતા. હિતેશભાઈ ખંડોરે જણાવ્યું હતું કે, કચ્છની યુવા શક્તિ દ્વારા મારી રક્તતુલા કરી મારા પર યુવાઓનું કાયમી ઋણ રહેશે. આ યુવા શકિત સામાજીક, શૈક્ષણીક, જીવદયા, આરોગ્ય કામગીરી માટે આગળ આવી કચ્છના નાનામાં નાના વ્યક્તિને મદદરૂપ થવા અપીલ કરી હતી. જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ બ્લડ બેંકનાં સહકારથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. શ્રી ખંડોરને પધારેલા સંતો-મહંતો, વિવિધ સમાજના આગેવાનો, મહિલા મંડળો તેમજ મહેમાનોની હાજરીમાં ભુજ તાલુકા તથા ભુજ શહેર યુવા સમિતી દ્વારા રક્તતુલા દ્વારા સન્માનીત કરાયા હતા. આ પ્રસંગે પ.પૂ. મહંત મામા સાહેબ, પ.પૂ. કોઠારી સ્વામી દેવપ્રકાશ સ્વામી, પ.પૂ. શાસ્ત્રી સ્વામી દિવ્યસ્વરૂપ દાસજી, પ.પૂ. પુરાણી સ્વામી ધર્મજીવનદાસજી, પ.પૂ. પુરાણી સ્વામી વિજ્ઞાનદાસજી, પ.પૂ. મહંત દિલીપરાજા દાદા, પ.પૂ. મહંત જગજીવનદાસ બાપુ, પ.પૂ. મહંત લાલગીરી બાપુ ગુરૂ ધર્મેન્દ્ર ગીરી બાપુ, પ.પૂ. મહંત શાંતિદાસ બાપુ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કાનજીભાઈ કાપડી, ધનજીભાઈ ભુવા, દાદુભા ચૌહાણ, રામજીભાઈ સોની, કલુભા વાઘેલા, મહેશભાઈ વ્યાસ, ભરતભાઈ ગોર, દિલીપભાઈ શાહ, કૌશલભાઈ મહેતા, નિરવભાઈ શાહ, ધીરનેભાઈ લાલન, નારણભાઈ મહેશ્વરી, વાજીદભાઈ સમા, ફતેહદાનભાઈ ગઢવી, નિતીનભાઈ મહેતા, કાંતિભાઈ ગઢવી, રોહિતભાઈ ઠક્કર, હિતેશદાન ગઢવી, ઈશાભાઈ સમા, કાનજીભાઈ મહેશ્વરી, તુષારભાઈ ભાનુશાલી, વિશાલભાઈ મહેશ્વરી, વસંતભાઈ સોની, દિનેશભાઈ ઠક્કર, નિતીનભાઈ ઠક્કર, પ્રિતમભાઈ ઠક્કર, સુરેશભાઈ ચંદે, વિજયભાઈ કોલી, આનંદભાઈ મોરબીયા, અશ્વિનભાઈ પારેખ, મહેશભાઈ મહેતા, એન.ડી. કોરડીયા, દિપેશ મહેતા, વિનેશભાઈ ભાનુશાલી, અશોકભાઈ જાેગી, હેમલતાબેન જાેગી, પ્રકાશભાઈ પટેલ, શાંતીલાલભાઈ ભાવાણી, રવજીભાઈ રાબડીયા, રાહુલભાઈ મહેતા, કેતનભાઈ ગોર વગેરે ઉપસ્તિથ રહ્યા હતા. ભુજ તાલુકા તથા ભુજ શહેર યુવા સમિતીના કન્વીનર શક્તિસિંહ જાડેજાએ સમગ્ર કાર્યકમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે કુલદિપસિંહ ચૌહાણ, ગીરધરસિંહ વાઘેલા, મયુરભાઈ જાેષી, વિજયભાઈ રાજપૂત, નારણસિંહ જાડેજા, નયનભાઈ કાપડી, રોહિતભાઈ અબોટી, મુકેશભાઈ વાઘેલા, રવીભાઈ ચૌહાણ, નિતીનભાઈ પરમાર, પ્રવિણભાઈ ખોખાણી, મુરજીભાઈ જાગરિયા, અમીર મુતવા, મહેન્દ્ર કોળી, નિતીનભાઈ મહેશ્વરી, પુનીતભાઈ મહેશ્વરી, વાલજીભાઈ મહેશ્વરી વગેરેએ જહેમત ઉઠાવી હતી. સ્વાગત પ્રવચન વિજયભાઈ રાજપૂત તથા રાણાભાઈ ડાંગરે કર્યું હતું. આભારવિધિ મયુરભાઈ જાેષીએ જ્યારે સંચાલન કિશનભાઈ આર્યે કર્યું હતું.