ભુજમાં યોજાયેલા નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પમાં ૯૦ થી વધુ દર્દીઓ લાભ લીધો

૪૦ દર્દીઓની રાજકોટ ખાતે ઓપરેશન કરાયા

ભુજ : રણછોડરાય સત્સંગ મંડળ દ્વારા કોરોના તથા લોકડાઉનમાં રાહત મળતા ફરીથી નિઃશુલ્ક નેત્રયજ્ઞ નું આયોજન શરૂ કરવામાં આવ્યું છે.
દરમહિનાની ર૧મી તારીખે સંસ્થાના સંકુલ લાલટેકરી ભુજ મધ્યે યોજાતા મફત નેત્રયજ્ઞમાં અંદાજે ૯૦ થી વધારે આંખના દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાંથી લગભગ ૪૦ જેટલા ઓપરેશન લાયક દર્દીઓના ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા.
સંસ્થાના પ્રમુખ શીવદાસભાઈ પટેલ તથા ટ્રસ્ટીઓના હસ્તે દીપ પ્રાગટયથી નેત્રયજ્ઞની શરૂઆત કરવામં આવી હતી. આ પ્રસંગે શીવદાસભાઈએ જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માસ્ક સેનેટાઈઝર તથા સોશીયલ ડિસ્ટન્સના સંપૂર્ણ પાલન સાથે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધી હજારો આંખના દર્દીઓને ઉચ્ચ કક્ષાના નેત્રમણી બેસાડી આપવામાં આવ્યા છે. અને તમામ ઓપરેશન સફળ રહ્યા છે.
દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ જવા પરત લઈ આવવા ઓપરેશન દવા રહેવા ભોજન સહિતની સુવિધા મફત આપવામાં આવે છે આ નેત્રયમાં સંસ્થાના મંત્રી શૈલેષ ગોર, ટ્રસ્ટીઓ રમણબાળાબેન મોરબીયા, શુશીલાબેન ગોર, હિમાંશુ મોરબીયા, કિશોર મહેતા, અનીલ ગોસ્વામી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટથી આવેલા ડો. બળવંત બોરીસાગરે આંખની તપાસ કરી હતી. દર્દીઓના ઓપરેશન રાજકોટની આધુનિક સાધનોથી સજ્જ સદગુરૂ રણછોડદાસ મહારાજ આંખની હોસ્પિટલમાં ઓપરેશન કરી આપવામાં આવ્યા છે. આ નેત્રયજ્ઞમાં સંસ્થાના મેનેજર મીતેશ સોલંકી, કર્મચારી પપુ ગોર, પરીન ગોર, નરશીભાઈ, હરીભાઈ દિવાણીએ જહેમત ઉઠાવી હતી.