ભુજમાં યુવાન પાસેથી મોબાઈલની ચલાવાઈ લૂંટ

અનમ રીંગરોડ ચોકડી પર બળજબરીપૂર્વક મોબાઈલ લૂંટી લેવાતા નોંધાયો ગુનો

ભુજ : શહેરના અનમ રીંગ રોડ ચોકડી પર યુવાનના ખિસ્સામાંથી બળજબરીપૂર્વક મોબાઈલની લૂંટ ચલાવતા ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ બનાવને પગલે સલીમ રજાક પઠાણ (ઉ.વ.૪૪) (રહે. દાદુપીર રોડ, બાપા દયાળુનગર, ખત્રી કોલોની, ભુજ)એ કોઈ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદી અનમ રીંગ રોડ ચોકડી પરથી પસાર થતો હતો ત્યારે કોઈ અજાણ્યા ઈસમે તેના ખિસ્સામાંથી બળજબરીપૂર્વક રૂ.પ હજારનો મોબાઈલ ફોન ઝુંટવીને ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે ભુજ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધતા પીએસઆઈ વાય.પી. જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.