ભુજમાં યુવાનને માર મારનાર દુકાનદાર સામે નોંધાઈ ફોજદારી

ભુજ : શહેરના જ્યુબિલી સર્કલ નજીક આવેલ રેમન્ડ શો રૂમમાં જવાહરનગરના યુવાનને ગોંધી રાખી માર મારનાર દુકાનદાર સામે વિધિવત ફોજદારી નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રાજેશભાઈ ભુરાભાઈ આહીર (ઉ.વ.ર૩) (રહે. જવાહરનગર તા.ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેઓએ જ્યુબિલી સર્કલ નજીક આવેલ રેમન્ડ શો રૂમમાંથી ચારેક માસ પહેલા કાપડ ખરીદેલ જે કાપડ ગુણવતા હિન હોઈ ગત તા.૮-૯-૧૭ના બપોરના બારથી સવાબારના અરસામાં તેઓ કાપડને પરત આપવા માટે શો રૂમ ઉપર આવેલ ત્યારે દુકાનદાર ભૂપેશ કાન્તીલાલ ઠક્કરે તેઓને કહેલ કે બીજુ કાપડ નહી મળે તારાથી થાય તે કરી લેજે તેવું કહી ગાળો આપી ફરીથી દુકાને આવીશ તો જીવથી જઈશ તેવી ધમકી આપી માર મારતા તેના સામે કાર્યવાહી કરવા અરજી આપેલ જેના પરથી શહેર બી ડિવીઝન પોલીસે દુકાનદાર સામે ગુનો નોંધી ધરપકડ કરવા માટે સહાયક ફોજદાર આદમભાઈ સુમરાએ તપાસ હાથ ધરી હતી.