ભુજમાં યુવાનની હત્યા કેસમાં મૃતકની પત્નીની ધમકી બાદ ચારની અટકાયત

ચાર પૈકી એક બાળ આરોપી હોઈ જેને રાજકોટ રિમાન્ડ હોમમાં મોકલી અપાયો

ભુજ : શહેરના મચ્છીયારા ફળિયામાં રહેતા કેવર તથા શેખ પરિવારોમાં થયેલ મારામારીમાં એક યુવાનનું મોત થતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી જે-તે વખતે ૧૪ આરોપીઓને પકડી પાડ્યા હતા જ્યારે બાકીના આરોપીઓ બિન્દાસ ફરતા હોવાનો અને આત્મવિલોપન કરવાની મૃતકની પત્નીએ ધમકી આપતા પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
હત્યા પ્રકરણમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઈમરાન ઈબ્રાહીમ શેખ, ફિરોઝ આદમ શેખ, મંજુરઅલી ઉર્ફે સાજીદ કેવર, પરવેઝ અબ્દુલ્લ (રહે. તમામ ભુજ)ને બી ડિવીઝન પોલીસે પકડી પાડ્યા હતા. ચાર પૈકી એક બાળ આરોપી હોઈ તેને રાજકોટ ખાતે રિમાન્ડ હોમમાં મોકલી આપ્યો હતો. મૃતકના પત્નીએ આરોપીઓ નહી પકડાય તો આત્મવિલોપનની ચીમકી આપ્યા બાદ પોલીસે હરકતમાં આવી હતી.