ભુજમાં મ્યુકરમાઈકોસીસના ઈન્જેકશનનું કેન્દ્ર ફાળવાયું, પણ હજુ સુધી જથ્થો ન પહોંચ્યો

આરોગ્ય વિભાગે કચ્છ સહિત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓને ઈન્જેકશન મળી રહે તે માટે કરી હતી જાહેરાત : આજે બીજા દિવસે સવાર સુધીમાં જી.કે.માં ઈન્જેકશન વિતરણ માટે નથી આવ્યો કોઈ સ્ટોક

ભુજ : રાજ્યમાં કોરોના મહામારીની સાથે મ્યુકરમાઈકોસીસ મહામારીએ માથુ ઉંચકયું છે. કોરોના કરતા જીવલેણ કહેવાતી આ બિમારીમાં સારવાર તરીકે ઈન્જેકશન સંજીવનીનું કામ કરે છે. જાે કે રાજ્યના મહાનગરો સિવાય આ બિમારીના ઈન્જેકશન કયાંય ન મળતાં હોવાથી દર્દીઓને તેમજ તબીબોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. કચ્છમાં પણ ઈન્જેકશન ન મળવાથી દર્દીઓ મોતને ભેટયા હતા. આવા સંજાેગોમાં જી.કે.માં ઈન્જેકશન વિતરણનું કેન્દ્ર ફાળવાય તે સંદર્ભે આ પ્લેટફોર્મ ગત તા. રરમી મેના પુષ્ઠ નંબર -૮ પર અહેવાલ ઉજાગર કરાયો હતો. જેની અસર સ્વરૂપે સરકારે દર્દીઓની વેદના જાણી જી.કે.માં ઈન્જેકશન વિતરણનું કેન્દ્ર ફાળવ્યું છે. અલબત આજે બીજા દિવસે સવાર સુધીમાં ઈન્જેકશનનો જથ્થો આવ્યો ન હતો.

આ અંગેની વિગતો રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગ દ્વારા  ગુરૂવારે પરિપત્ર જાહેર કરાયો હતો, જેમાં જણાવ્યા મુજબ ગત તા. ર૩થી રપ મે સુધી મહાનગરોમાં ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓ માટે વ્યાજબી દરે ઈન્જેકશન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ હતી. હવે આ વ્યવસ્થા વિસ્તારવામાં આવી છે. કચ્છ સહિત રાજ્યના દરેક જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલોમાં આ બિમારીના ઈન્જેકશન દાખલ દર્દીઓ માટે મળી રહેશે. ભારત સરકારના નેશનલ હેલ્થ પોર્ટલ પર ભરવામાં આવેલી દર્દીઓની વિગતોને આધારે ઈન્જેકશન ઙ્મઅર્રૈઙ્મૈજીઙ્ઘ ટ્ઠદ્બર્રંીિૈષ્ઠૈહ મ્ ઈન્જેકશન મળી રહેશે. ભુજની જી.કે.ને ઈન્જેકશન વિતરણનું કેન્દ્ર ફાળવાયું છે, ત્યારે નવનિયુક્ત સિવિલ સર્જન ડો. એસ.કે. દામાણીને પુછતાં તેમણે કહ્યું કે, પરિપત્ર આવ્યો છે,  પણ પ્રથમ દિવસે ઈન્જેક્શનનો જથ્થો આવ્યો નથી. આજે ગાંધીનગર જાણ કરી ઈન્જેક્શન બાબતે ધ્યાન દોરવામાં આવશે. નોંધનીય છે કે, બે દિવસ પૂર્વે ૧પ૦ ઈન્જેકશન આવ્યા હતા. પરંતુ આ ઈન્જેકશન જી.કે.માં દાખલ દર્દીઓ માટે જ હોય છે. ખાનગી હોસ્પિટલોને આપવા માટે સરકાર અલગથી જથ્થો ફાળવશે.