ભુજમાં મહિલાને જાનથી મારી નાખવાની ધમકી

ભુજ : શહેરના ઘનશ્યામનગરમાં રહેતી મહિલાને તેના સાસરી પક્ષના શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ દેવનાબેન પ્રકાશ ચૌહાણ (ઉ.વ.૪૭) (રહે. ઘનશ્યામનગર ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે ગઈકાલે બપોરના સમયે તેણી પોતાના ઘરે હતી ત્યારે અશોક જેન્તીલાલ ધામેચા, વનીતાબેન આશાભાઈ ધામેચા, દિપેશ અશોક ધામેચા, દિપીકાબેન મિતેશ ચૌહાણ (રહે. તમામ નખત્રાણા)એ તેણી પાસેથી દાગીના આપવાનું જણાવતા તેણીએ ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ગળુ પકડીને જાનથી મારી નાખવાની ધમકી આપતા શહેર બી ડિવીઝન પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે.