ભુજમાં મંદિરનો પૂજારી પિટાયો

ભુજ : શહેરના સંજયનગરમાં રહેતા પૂજારીને ત્રણ શખ્સોએ માર માર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ સંજયનગરમાં રહેતા અને હનુમાનજી મંદિરની પૂજા કરતા કાન્તીગીરી ગોસ્વામી (ઉ.વ.પર)ને રાત્રીના ૧રઃ૩૦ કલાકે આત્મારામ સર્કલની બાજુમાં હનુમાન મંદિર પાસે વિજય રમેશગીરી, મહેશ ઉર્ફે કાલો તથા અજય શાંતિગીરીએ મંદિરમાં જવાની નાપાડી ઝઘડો કરી મારમારી નાસી જતા ઈજાગ્રસ્ત હાલતમાં ભુજ જીકેમાં દાખલ કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.