ભુજમાં પૈસા મુદ્દે પેટ્રોલ છાંટી જાત જલાવનારા યુવાને સારવાર દરમ્યાન અંતિમશ્વાસ લીધા

ભુજ : શહેરના સુરલભીટ્ટ રોડ પર કંસારા વાડા પાસે પેટ્રોલ છાંટી સળગી જનારા યુવાને સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અંજલીનગરમાં રહેતા ઈસ્માઈલ કાસમ નોડે (ઉ.વ.૩પ) ગત તા.ર-૭-૧૮ના સવારે નવ વાગ્યે કંસારાવાડા પાસે પેટ્રોલ છાંટી સળગી ગયો હતો. જેને સારવાર માટે ભુજની જી.કે.માં દાખલ કરાયો હતો. જ્યાં તેણે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે તેના મિત્ર દયા ગોસ્વામી તથા વિનોદ ગોસ્વામીએ ખાનગી ફાયનાન્સ કંપની પાસેથી ધિરાણ લીધું હતું, જેમાં મિત્ર તરીકે ગેરેન્ટરની ભૂમિકા પોતે ભજવી હતી અને મિત્રોએ રૂપિયા નહીં ચૂકવતા પોતાની જાતે પેટ્રોલ છાંટી સળગી ગયેલાનું જણાવ્યું હતું. સારવાર દરમ્યાન ગઈકાલે બપોરના પોણા વાગ્યે દમ તોડી દેતા શહેર બી ડિવિઝન પોલીસે એડી દાખલ કરી હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ મહેશ્વરીએ તપાસ હાથ ધરી હતી.