ભુજમાં પાણીની ગંભીર કટોકટી : ખાનગી  બોર સંચાલકોની શહેરીજનો સાથે ઉઘાડી લૂંટ

શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સદંતર નિષ્ફળ : મોટાભાગના વિસ્તારમાં ૭-૮ દિવસે થતું પાણી વિતરણ : પાલિકા ટેન્કરો મારફતે પાણી પહોચાડવામાં પણ ઉતરી ઉણી

 

નગરપાલિકાની કથળેલી કામગીરીનો ગેરલાભ ઉઠાવી શહેરમાં અનેક ગેરકાયદેસર બોર ધમધમ્યા : લોકોની ગરજનો ગેરલાભ ઉઠાવી ટેન્કર માલિકો દ્વારા ૧૦૦૦થી ૧ર૦૦ની કરાતી વસુલાત

 

ભુજ : જિલ્લા મથક ભુજ શહેરમાં પાછલા લાંબા સમયથી પાણી વિતરણ વ્યવસ્થા ખાડે ગઈ છે. ભુજ નગરપાલિકાના પાણીના શોર્સ ખુદ જાણે પાણીમાં બેઠા હોય શહેરીજનોની તરશ છીપાવવા નર્મદાના નીર પર જ આધાર રાખવો પડી રહ્યો છે. ત્યારે હાલમાં નર્મદા પાણી વિતરણ બંધ રહેતા શહેરમાં પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. જેનો પુરેપુરો ગેરલાભ ખાનગી બો સંચાલકોએ ઉઠાવી શહેરીજનો સાથે રીતસરની લૂંટ ચલાવી છે.
આ અંગેની વિગતો મુજબ ભુજ નગરપાલિકાના સત્તાધિશો શહેરીજનોની સમસ્યા હલ કરવામાં દરેક બાબતે નિષ્ફળ ગયા છે. ગટર, સફાઈ, રોડ લાઈટ જેવી પાયાની સુવિધાઓ બાબતે  તો સ્થી તિ કથળી જ છે. તેની સાથોસાથ હવે પાણી વિતરણ વ્યવસ્થા પણ ખાડે ગઈ છે. ભુજ નગરપાલિકાના મોટાભાગના બોર બંધ હાલતમાં હોઈ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા નર્મદા નીર પર જ આધારીત બની છે. ત્યારે હાલે નર્મદાનું પાણી બંધ થતા શહેરમાં પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. નગરપાલિકા દ્વારા મોટાભાગના વિસ્તારોમાં ૭- ૮ દિવસે પાણી વિતરીત કરવામાં આવી રહ્યું છે અને તે પણ અત્યંત ધીમા દબાણથી જેના લીધે લોકોને પાણી મેળવવા માટે ખાનગી બોર સંચાલકો પર નિર્ભર બનવું પડ્યું છે. જેનો પુરેપરો ગેરલાભ ઉઠાવી પાણીના ટેન્કરના ૧૦૦૦થી ૧ર૦૦ વસુલાઈ રહ્યા હોઈ શહેરીજનો ભોગ બની રહ્યા છે. તો બીજીતરફ શહેરમાં અનેક ગેરકાયદે બોર પણ ધમધમી રહ્યા હોઈ. ભુજ નગરપાલિકાના સત્તાધિશો દરેક રીતે નિષ્ફળ ગયા હોવાનું કહેવું પણ અતિશ્યોક્તી ભર્યું નહીં કહેવાય.