ભુજ : શહેરના સરપટ નાકા બહાર રાજગોર સમાજવાડી સામે કોલીવાસમાં મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સામાન્ય બાબતે આધેડને ધોકા વડે માર મારવામાં આવતા ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ શંભુલાલ ખેરાજભાઈ મોતા (ઉ.વ.પર)એ આરોપી વિજય રવજી કોલી વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપી ફરિયાદીની દુકાનના પતરા ઉપર ચડતો હતો. ત્યારે ફરિયાદીએ આરોપીને દુકાનના પતરા પર ચડવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ પોતાના ઘરેથી ધોકો લાવીને માથામાં ફટકારીને તેમજ હાથ અને પગમાં ધકબુશટ વડે મારમારીને ઈજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે ભુજ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.