ભુજમાં થયેલી એક્ટિવા ચોરીનો ઉકેલાયો ભેદ

ભુજ શહેરના એ ડિવિઝન પોલીસ મથકની હદમાંથી થયેલી એક્ટિવા ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલ્યો હતો. સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ કિશોરસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ભુજના ભૂતેશ્વર વિસ્તારમાં રહેતા શામજી ઉર્ફે શ્યામ હિરજીભાઈ વાઘેલા (ઉ.વ.૧૯)ને જીજે ૧૨ સીએફ ૮૯૭૮ નંબરની એક્ટિવા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.