ભુજમાં જૈનમ કોવિડ કેર સેન્ટર દર્દીઓ માટે ખુલ્લુ મુકાયું

રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે સરકાર વતી જૈન સમાજના કાર્યને બિરદાવ્યું ઃ માધાપર જૈન સમાજ દ્વારા સંચાલન કરાશે ઃ સંપૂર્ણ આર્થિક સહયોગ માટે નવકાર ગ્રુપે ઉઠાવી જહેમત ઃ સારવાર, ભોજન સહિતની સુવિધાઓ નિઃશુલ્ક મળશે ઃ નાડાપા અહિર સમાજના દાતાઓ દ્વારા એમ્બ્યુલન્સ અપાઈ

ભુજ ઃ હાલમાં જ્યારે કોરોનાના કેસો માથું ઉચકી રહ્યા છે, ત્યારે સરકારની સાથે વિવિધ સંગઠનો અને સમાજાે દ્વારા પણ સામાજિક જવાબદારી નિભાવવાના ભાગરૂપે કોવિડ કેર સેન્ટર ઉભા કરાઈ રહ્યા છે ત્યારે ભુજમાં જૈન સમાજ દ્વારા જૈનમ કોવિડ કેર સેન્ટર દર્દીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે સરકારવતી જૈન સમાજના આ કાર્યને બિરદાવ્યું હતું.ભુજના આરટીઓ ખાતે આવેલા વાગડ બે ચોવીસી સંકુલમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું છે. સપ્તાહ પૂર્વે આગેવાનોને કોવિડ કેર સેન્ટર શરૂ કરવા વિચાર આવ્યો, જેના અનુસંધાને ગૃપ દ્વારા આર્થિક સહયોગ આપી સપ્તાહના ટુંકા ગાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. હાલ અહીં ઓક્સિજન સાથેની ૫૦
પથારીઓ ઉપલબ્ધ કરાવાઈ છે. દાખલ થનાર દર્દીને સારવાર, ભોજન સહિતની સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવશે. ગુરૂવારે સવારે આ કોવિડ કેર સેન્ટર રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્ય નિમાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર તેમજ દાતાઓ અને આગેવાનોની હાજરીમાં આ કોવિડ કેર સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે કહ્યું કે, જૈન સમાજના છ શ્રેષ્ઠીઓ ટીમ દ્વારા જે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે તે કાર્ય બિરદાવવા લાયક છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વતી જૈન સમાજના આ કાર્ય બદલ આભાર માન્યો હતો. ખાસ તો સાધુ – ભગવંતો માટે અલગથી ૧૩ રૂમની વ્યવસ્થા કરાઈ છે. નાડાપા આહિર સમાજના દાતાઓ દ્વારા એક એમ્બ્યુલન્સ માધાપર જૈન સમાજને અપાઈ છે. સૌના સહકારથી આપણે સૌ બિમારી સામે મ્હાત મેળવી શકશું તેવું કહ્યું હતું.માધાપર જૈન સમાજના પ્રમુખ હિતેશભાઈ ખંડોરે આ કોવિડ કેર સેન્ટર અંગે કહ્યું હતું કે, શ્રી માધાપર જૈન સમાજ સંચાલિત અને નવકાર ગૃપના સંપુર્ણ આર્થિક સહયોગથી વીબીસી સંકુલ ખાતે જૈનમ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. દાતાઓના સહકારથી આ કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું છે, જેમાં ભોજન, મેડિકલ, ઓક્સિજન સહિતની સેવાઓ નિઃશુલ્કઆપવામાં આવશે. વાગડ બે ચોવીસી યુવક મંડળ દ્વારા વિવિધલક્ષી સંકુલ કોવિડ સારવાર માટે આપવામાં આવ્યું છે. ખાસ તો સાધુ-સંતો કોરોના ગ્રસ્ત બને તો તેઓની સારવાર માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ છે. દાતા હરિભાઈ ધનાભાઈ માતા દ્વારા તેરા તુજકો અર્પણ સંસ્થાને એમ્બ્યુલન્સ પણ અપાઈ હતી. જૈન સમાજ આ કપરી પરિસ્થિતિમાં કચ્છની પડખે ઉભો છે તેવું હિતેશ ખંડોરે કહ્યું હતું.નવિનભાઈ કોરડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં કેસો વધી રહ્યા છે, ત્યારે મિત્ર વર્તુળમાં વિચાર આવ્યો કે, લોકોની સુખાકારી માટે કોવિડ કેર સેન્ટર ઉભુ કરીએ. જેથી કમલેશભાઈ સંઘવી પરિવાર, મનીષ શસીકાંતભાઈ મોરબીયા પરિવાર, કિર્તીભાઈ અને અશોકભાઈ કેશવલાલ સંઘવી પરિવાર, દલેચંદ મણીલાલ મહેતા (કેડી ઓટો) પરિવાર, ટાઈમ સ્ક્વેરના ભદ્રેશભાઈ મહેતા અને ચિરાગભાઈ શાહ તેમજ પોતે નવિનભાઈ ધારશીભાઈ કોરડીયા પરિવારે ભેગા મળીને કોવિડ કેર સેન્ટર ઉભુ કરવા બીડુ ઝડપ્યું, જેમાં માધાપરના હિતેશભાઈ ખંડોરને સાથે રાખીને સપ્તાહપૂર્વે વીબીસી સંકુલમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સપ્તાહના ટુંકા ગાળામાં અહીં ઓક્સિજનની પાઈપલાઈનો પાથરી દેવાઈ, બેડની વ્યવસ્થા ઉભી કરી ૫૦ બેડનું કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું છે. દાખલ થનાર દર્દીઓને મેડિકલ સારવાર, ભોજન સુવિધા, ઓક્સિજનની સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે.મેડિકલ સારવાર માટે એકોર્ડ હોસ્પિટલની ટીમ સેવારત રહેશે. સંચાલન મા ઈન્સ્યોરન્સના દિવ્યેશભાઈ અને ટીમ દ્વારા કરાશે. વીબીસી સંકુલ આપવા બદલ વાગડ બે ચોવીસી સ્થાનક વાસી યુવક મંડળ સંઘનો પણ આભાર મનાયો હતો.

સમાજ અને નગરજનોની મદદ માટેનો પ્રયાસ ઃ મનીષ શશિકાન્ત શાહ

ભુજ ઃ નવકાર ગ્રુપના મનીષ શશિકાન્ત શાહે કોવિડ કેર સેન્ટર બાબતે કહ્યું કે, સમાજ અને નગરજનોની મદદ માટે અમારા ગ્રુપ દ્વારા આ કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું છે, જેમાં દર્દીઓને નિઃશુલ્ક સેવા અપાશે. દાખલ થતા દર્દીઓને સારી સારવાર મળે અને ઝડપથી તંદુરસ્ત થાય તેવી અભિલાસા છે.

તેરા તુજકો અર્પણ સંસ્થાની કામગીરી જાેઈ એમ્બ્યુલન્સ દાનમાં આપી ઃ માતા હરિ ધના

ભુજ ઃ નાડાપાના આહિર આગેવાન માતા હરિભાઈ ધનાભાઈ કહ્યું કે, માધાપર જૈન સમાજ અને હિતેશભાઈ ખંંડોરની તેરા તુજકો અર્પણ સંસ્થા હરહંમેશ લોકોને મદદરૂપ રહી છે. દરેક પરિસ્થિતિમાં સંસ્થા દ્વારા લોકોને મદદ કરાય છે, જેથી સારી કામગીરી જાેઈ સંસ્થાને આજે માતા પરિવારવતી એમ્બ્યુલન્સ ભેટમાં આપી છે. ભવિષ્યમાં પણ જૈન સમાજ અને સંસ્થાઓને અમારા પરિવારનો સહકાર મળતો રહેશે.

દાખલ દર્દીઓને જૈન ફૂડ અપાશે ઃ કૈલાસ દલેચંદ મહેતા

ભુજ ઃ નવકાર ગ્રુપના છ સભ્યોના આર્થિક સહયોગથી જૈનમ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. આ ગ્રુપના સભ્ય કૈલાસ દલેચંદ મહેતાએ કહ્યું કે, એક – એક બેડ મેળવવા માટે લોકોને ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે. ત્યારે અમારા ગ્રુપ દ્વારા ઓક્સિજનની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે, જેમાં નિઃશુલ્ક સુવિધા સાથે દાખલ દર્દીઓને જૈન ફૂડ આપવામાં આવશે. હાલમાં ૩૦ બેડ શરૂ થઈ ચુકયા છે. વધુ ર૦ બેડ હવે શરૂ કરાશે.