ભુજમાં ચેક બાઉન્સ કેસમાં છ માસની કેદની સજા

ભુજની ત્રીજા ચીફ  જ્યુ. મેજી. બે કેસના આપ્યા ચુકાદા

ભુજ : ચેક બાઉન્સના કેસમાં ત્રીજા ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા ૬ માસની કેદની સજા તથા ચેકની રકમ વળતર રૂપે ફરિયાદીને ચુકવવા ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.
આ કેસની ટૂંકમાં હક્કિત એવી છે કે, ફરિયાદી ફોરવર્ડ ટ્રેકટર ભાગીદારી પેઢીના ભાગીદાર પીયુશ સી. ઠક્કર દ્વારા એવો કેસ મુકવામાં આવેલ કે, તેઓ ભુજ મધ્યે ટ્રેકટર તથા તેના સ્પેરપાર્ટસ વેચાણનો ધંધો કરે છે તથા આરોપી સુજા કરશન રબારી (રહે વરનોરા મોટા, તા. ભુજ) દ્વારા જરૂરી પાર્ટસની ખરીદી કરેલ જેની કિંમત રૂ. ૪૦,પ૮૦ થયેલ માલની ખરીદીના બદલામાં આરોપીએ પેઢીના નામજોગને ચેક લખી આપેલ આ ચેક ફરિયાદી દ્વારા પોતાના ખાતામાં નાખતા ચેક પુરતુ ફંડ ન હોવાના કારણોસર પરત કરેલ આથી ફરિયાદી દ્વારા નામદાર શ્રી ચીફ જ્યુડીશીયલ જજની અદાલતમાં ફોજદારી કેસ નં. ર૦૭૪/ ૦૬ વાળો દાખલ કરેલ જેમાં આરોપી દ્વારા ગુનો કબુલ ન કરતાં કેસ ચલાવવામાં આવેલ તથા આ કેસ નામદાર અદાલત સમક્ષ ચાલી જતા તથા દલિલો લઈ જતા નામદાર કોર્ટ દ્વારા આરોપીનો બચાવ માન્ય રાખેલ નહીં તથા આરોપીને ૬ માસની કેદની સજા તથા રૂ. ૪૦,પ૮૦ વળતર દિન ૬૦માં ફરિયાદીને ચુકવી આપવાનો હુકમ કરેલ તથા વળતર ચુકવવામાં આરોપી કસુર કરેથી વધુ દિન ૯૦ની કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ. આ કેસમાં ફરિયાદીના એડવોકેટ અવનીશ જે. ઠક્કર, સલીમ એસ. ચાકી હાજર રહી દલિલો કરી હતી. તો બીજા ચુકાદામાં હક્કિત ફરિયાદી ફોરવર્ડ ટ્રેકટર ભાગીદારી પેઢીના ભાગીદાર પીયુષ સી. ઠક્કર દ્વારા એવો કેસ મુકવામાં આવેલ કે, તેઓ ભુજ મધ્યે ટ્રેકટર તથા તેના સ્પેર પાર્ટસ વેચાણનો ધંધો કરે છે. આરોપી કર્ણા જીવા રબારી દ્વારા જરૂરી પાર્ટસની ખરીદી કરેલ જેની કિંમત રૂ. પ૧ હજાર થયેલ જે પેટે આરોપી દ્વારા ટુકડે ટુકડે રૂ. રપ હજાર ફરિયાદીને ચુકવેલ ત્યારબાદ ફરિયાદી દ્વારા ઉઘરાણી કરતા આરોપીએ પેઢીના નામજાગનો ચેક લખી આપેલ આ ચેક ફરિયાદી દ્વારા નામદાર ચીફ જ્યુડીશીયલ જજની અદાલતમાં ફોજદારી કેસ નં. ૧પ૦૦/૦૬ વાળો દાખલ કરેલ જેમાં આરોપી દ્વારા ગુનો કબુલ ન કરતા કેશ ચલાવવામાં આવેલ આ કેસ નામદાર અદાલત સમક્ષ ચાલી જતા તથા દલિલો થઈ જતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને બચાવ માન્ય રાખેલ નહી તથા આરોપીને ૬ માસની કેદની સજા તથા ર૬ હજાર વળતર દિન ૬૦મા ફરિયાદીને ચુકવી આપવાનો હુકમ કરેલ તથા વળતર ચુકવવામાં આરોપી કસુર કરેથી વધુ દિન ૯૦ની કેદની સજા ભોગવવાની હુકમ કરેલ આ કેસમાં ફરિયાદીના એડવોકેટ અવિનાશ જે. ઠક્કર, સલીમ એસ. ચાકી હાજર રહી દલિલો કરેલ હતી.