ભુજમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીનો દરોડો

પૂર્વ બાતમી આધારે મકાનમાં છાપો મારી ૧.૭૦ લાખના મુદામાલ સાથે નવ જુગારીઓનીકરી ધરપકડ

ભુજ : શહેરના સરપટ નાકા બહાર શિવનગરમાં એક મકાનમાં છાપો મારી નવ ખેલીઓને ૧.૭૦ લાખના મુદામાલ સાથે ઝડપી પાડી લોકલ ક્રાઈમ બ્રાન્ચે જુગારધામનો પર્દાફાસ કર્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છના ઈન્ચાર્જ એસ.પી. રવિ તેજા શેટ્ટીના માર્ગદર્શન એલ.સી.બી. પી.આઈ. જે.એન. પંચાલ તથા પી.એસ.આઈ. એસ.જે. રાણાની સુચનાથી એલસીબી સ્ટાફે બાતમી આધારે શિવનગરમાં રહેતા લાભશંકર રતિલાલ ગોરના મકાન નંબર ૪૭ માં છાપો માર્યો હતો. મકાન માલીક પોતાના અંગત સ્વાર્થ બહારથી ખેલીઓને બોલાવી વ્યાજના રૂપિયા ઉઘરાવી જુગાર કલબ ચલાવતો હોઈ જુગાર રમતા મકાન માલીક લાભશંકર ગોર તથા ધર્મેશ હિરાગર ગુંસાઈ, રહે. ભુજ, દર્શન કાન્તિલાલ ચૌહાણ (રહે. નખત્રાણા), હિરેન દિનેશભાઈ ઠક્કર, મુકેશ રામચંદ્ર જગવાણી, ધર્મેશ શંભુગર ગુંસાઈ, અનિલ ઈન્દિયો બાબુલાલ શાહ, અશ્વિન તારાચંદ શાહ, મિતેશ દિનેશ ઠક્કર, રહે. બધા ભુજને રોકડા રૂા. ૧.ર૧ લાખ તથા સાત મોબાઈલ અને બે બાઈક મળી ૧.૭૦ લાખના મુદામાલ સાથે પકડી પાડી બી ડિવીઝન પોલીસના હવાલે કર્યા હતાં.