ભુજમાં ગેરકાયદેસર ૪૬ હજારની સિગારેટ જથ્થો પકડાયો

ભુજ : શહેરમાં ગેરકાયદેસર રીતે રખાયેલા ૪૬ હજાર રૂપિયા સિગારેટનો જથ્થો વિરાંગના સ્પેશિયલ સ્કવોર્ડે પકડી પાડ્યો છે. બાતમીના આધારે ભુજના જૂના બસ સ્ટેશન પાસે આવેલ રસ મંદિરની પાછળ દુકાન નંબર પ૦ ઓમ કટલેરી વાળીમાં બિનઅધિકૃત રીતે પાસ પરમીટ અને બિલ વગરનો સામાન રાખેલ હતો. જેમાં વિદેશી બનાવટની સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહેલ છે. અને હજુ પણ આ પ્રવૃત્તિ ચાલુ હોય જેથી રેડ કરાઈ હતી. જેમાં આરોપી ર૯ વર્ષિય કૃપેશ જયેશભાઈ ચાવડાની દુકાનમાંથી ૮ પ્રકારની વિદેશી બનાવટી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો. રેઈડમાં વિન્કિંગ સાઈઝ સિગારેટના ૧૩ બોક્સ કિ.રૂા. ૭૮૦૦, હિટલર બ્લેક સિગારેટ ૩૦૦ રૂપિયા, ડોનેક્સ પપ૦ રૂપિયા, મોન્ડ સુપર સ્લીમ ૪૬ બોક્સ કિંમત રૂપિયા ૧૬૧૦૦, ઈજી સ્પેશીયલ ગોલ્ડના ૧પ બોક્સ જેની કિમત રૂપિયા ૧૦,પ૦૦, ઈજી ચેન્જના પાંચ બોક્સ ૩પ૦૦ રૂપિયા ઈજી ગોલ્ડન લીફ ૧૦ બોક્સ કિ.રૂા. ૭ હજાર, આફરીન ફલેવર્ડ હુક્કા ફલેવરની ૧૦ પાકિટ જેની કિંમત રૂપિયા ૪૦૦ એમ કુલ મળી રૂપિયા ૪૬,૧પ૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. વેપારીની દુકાનમાંથી મળી આવેલા સિગારેટ તથા હુક્કાની ફલેવરના બિલ રજૂ કરવાના કહેતા તેની પાસે ન હોતા વિગતવારનું પંચનામું લખી અન્ય કોઈ ચીજવસ્તુ તપાસ અર્થે કબ્જે કરેલ નથી. આરોપીની અટક કરી આગળની તપાસ એ ડિવિઝન ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. આ કામગીરી વિરાંગના સ્કવોર્ડની મહિલા પોલીસ જસ્મીનબેન કુંભાર, રમીલાબેન શાહ, ગાયત્રીબેન બારોટ, જયશ્રીબેન સાધુ, ભાવનાબેન બરાડિયા, સોનલબેન ચૌધરી વગેરે સ્ટાફના પોલીસ કર્મીઓ જાેડાયા હતા.