ભુજમાં કારમાંથી ચોરી કરનાર આરોપીનો બી ડિવિઝન પોલીસે મેળવ્યો કબજો

ભુજ : ગત ત્રીજી એપ્રીલે ભુજનાં લાલ ટેકરી વિસ્તારમાં કારમાંથી રૂપિયા ૨ લાખ ૬૦ હજારની માલમત્તા ચોરાઈ હતી. ત્યારે કારમાંથી રોકડ રકમ અને દાગીનાની ઉઠાંતરી કરનાર આરોપીઓને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્‌યા હતા. જે આરોપીઓ પૈકી એક આરોપીનો ભુજ શહેર બી ડિવિઝન પોલીસે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાંથી કબ્જો મેળવ્યો છે.
કારચાલકોનું ધ્યાન ભંગ કરીને કારમાં પડેલી રોકડ રકમ કે દાગીના સહિતની કિંમતી ચીજવસ્તુઓ તફડાવી જતી ગેંગ રાજકોટ પોલીસે ઝડપી પાડી હતી. જેમાં ભુજમાં થયેલી એક ચોરીનો ભેદ પણ ઉકેલાયો હતો. ત્યારે ભુજ શહેર બી ડિવિઝન
પોલીસે ટ્રાન્સ્ફર વોરંટ મેળવીને આ ગેંગના એક શખ્સ બાલન રાજગોપાલ સેરવઈનો કબ્જો લીધો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલી ગેંગે દ્વારા રાજકોટના ત્રણ ગુના ઉપરાંત ભુજ, સુરત અને અમદાવાદમાં ત્રણ મળીને કુલ ૬ ગુનાનો ભેદ ઉકેલાયો હતો.