ભુજમાં કચ્છ રાજપૂત (ક્ષત્રિય) સભાની મિટીંગ યોજાઈ

માતાનામઢમાં ક્ષત્રિય સમાજના નવા ભવન માટે મહારાણીજી દ્વારા રૂા. પ૧ લાખનું દાન : પ્રાગમહેલનો નવનિર્મિત મુખ્ય ગેટ ખુલ્લો મુકાયો

ભુજ : કચ્છ રાજપૂત (ક્ષત્રિય) સભા (સમાજ)ના પ્રમુખ સમાજરત્ન અને માંડવી – મુંદરાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને સંસ્થાની જિલ્લા કારોબારીની મિટિંગ કોરોનાના નિયમોને આધીન ભુજના પ્રાગમહેલ હોલ મધ્યે યોજવામા ંઆવી હતી અને તે સમયે પ્રથમ પ્રાગમહેલનું નવનિર્માણ થઈ જતાં મુખ્ય ગેઈટમાં પ્રમુખ વિરેન્દ્રસિંહના હસ્તે વિધિવત રીબીન કાપી પ્રવેશદ્વાર ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ મિટીંગમાં રાજ પરિવારના નેકનામદાર ગં.સ્વ. મહારાણી પ્રિતીદેવી મુખ્ય મહેમાન તરીકે પધારતા તમામ મહારાણીનું અભિવાદન કરી સ્વાગત કર્યું હતું. તેમજ બે મિનિટ ઉભા રહી સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજાના આત્માને ચીર શાંતિ સાથે મોક્ષ પ્રદાન થાય તેવી માં આશાપુરા તથા પ્રભુજીને મૌન સાથે પ્રાર્થના કરી હતી.પ્રમુખે મિટિંગનું કાર્ય શરૂ કરવાની અનુમતી આપતા સંચાલન મહામંત્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ શરૂ કર્યું હતું. તેરા ઠાકોર મયૂરધ્વજસિંહે આવકાર્યા હતા. મહારાણીનું સંસ્થાના પ્રમુખ વિરેન્દ્રસિંહ, ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ, પૂર્વ ઉપપ્રમુખ સાવજસિંહ જાડેજા તથા સંસ્થાના તમામ હોદ્દેદારો, જિલ્લા, તાલુકા, શહેરના પ્રમુખો દ્વારા સન્માન કરાયું હતું.પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડે પ્રસ્તાવ રજૂ કર્યા કે માતાનામઢમાં ક્ષત્રિય સમાજનું નવુ ભવન નિર્માણાધિન છે, તેમાં મુખ્ય ટાઈટલના દાતા તરીકે કચ્છ સમાજની લાગણી છે કે, સ્વ. મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાનું ટાઈટલ રહે તેવી રજૂઆત કરતાં આ રજૂઆતને ધ્યાને લઈ મિટિંગમાં ઉપસ્થિત ગં.સ્વ. મહારાણી પ્રિતીદેવીએ રૂા. પ૧ લાખ સ્વ. મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાના ટાઈટલ અને પટાંગણમાં પ્રતિમા કાયમી રહે તથા મહારાવના ત્રણ પ્રતિનિધિઓને ટ્રસ્ટમાં કાયમીપણે લેવા લાગણી દર્શાવી અને દાનની જાહેરાત કરવા તેમના પ્રતિનિધિ કુંવર ઈન્દ્રજીતસિંહને જણાવતા ઈન્દ્રજીતસિંહે તેની જાહેરાત મિટિંગમાં કરતાં મિટિંગમાં ઉપસ્થિત સમાજના તમામ ભાઈઓ તથા બહેનોએ આ જાહેરાતથી ખુશી વ્યકત કરી હતી.સંસ્થાના કારોબારીની મિટિંગનું કાર્ય શરૂ કરવામાં આવ્યું, જેમાં સમાજની કન્યા- કુમાર છાત્રાલયનું નવું બાંધકામ ચાલુમાં હોઈ તેમાં જિલ્લામાંથી સમાજ તરફથી દાનની જાહેરાત કરેલ હોય તે ફંડ તાત્કાલિક વસૂલી અને બાકી રહેતા ગામોમાંથી તેમજ સમાજના ભાઈઓ પાસેથી નવું દાન જાહેર કરાવી વસૂલી એક મહિનામાં જમા કરાવવા માટેની સૂચના પ્રમુખ તરફથી સમાજના ઉપસ્થિત આગેવાનોને લીસ્ટ સાથે વસુલાત કરવા જણાવ્યું હતું. મિટિંગ દરમિયાન કન્યા છાત્રાલયના નવા ટ્રસ્ટી તરીકે અબડાસા ધારાસભ્ય અને નખત્રાણા સમાજના પ્રમુખ પ્રધ્યુમનસિંહ જાડેજા, યુવા સભાના પ્રમુખ હઠુભા જાડેજા તેમજ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા (તરા) દ્વારા રૂા. ૧પ લાખની જાહેરાત કરી હતી, જેને મિટિંગમાં ઉપસ્થિત તમામે આવકારી નવા ટ્રસ્ટી તરીકે નિમણુક આપવાનું નક્કી કર્યું હતું.બેઠકમાં સજમાના ઉપપ્રમુખ પરાક્રમસિંહ જાડેજા, વિરભદ્રસિંહ જાડેજા, કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા, તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ જાડેજા, દેવપર ઠાકોર કુતાર્થસિંહ જાડેજા, સહમંત્રી બળવંતસિંહ જાડેજા, યુવા સભાના પ્રમુખ હઠુભા જાડેજા, મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજા, અબડાસાના પ્રમુખ હરીશચંદ્રસિંહ જાડેજા, રાપરના પ્રમુખ અજયપાલસિંહ જાડેજા, લખપતના પ્રમુખ જેતમાલજી જાડેજા, ભચાઉના પ્રમુખ બળવંતસિંહ જાડેજા, નેત્રા જિલ્લા પંચાયત સભ્ય રાજેન્દ્રસિંહ જાડેજા, નિરોણા જિલ્લા પંચાયત સભ્ય કરશનજી જાડેજા, રાપર તાલુકા પંચાયતના પ્રમુખ હમીરજી સોઢા, ગાંધીધામ તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, ભુજ શહેર પ્રમુખ મનુભા જાડેજા, ટ્રસ્ટી વિક્રમસિંહ જાડેજા, અનિરૂદ્ધસિંહ (અકરી), પ્રફુલ્લસિંહ જાડેજા, મંગલસિંહ સોઢા, કિરીટસિંહ જાડેજા, વેશલજી તુંવર, જયદીપસિંહ જાડેજા, મેરૂભા જાડેજા, ખાનજી જાડેજા, રણજિતસિંહ જાડેજા, ડો. કાનજી સોઢા, જશુભા જાડેજા, કનુભા જાડેજા, કિરીટસિંહ જાડેજા, દશરથસિંહ ઝાલા, ચંદુભા જાડેજા, રઘુરાજસિંહ જાડેજા, રણજિતસિંહ જાડેજા, અર્જુનદેવસિંહ ચુડાસમા, વિરેન્દ્રસિંહ જેઠવા, શિવભદ્રસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, ભીભાજી જાડેજા, બળવંતસિંહ સોઢા, પ્રધ્યુમનસિંહ ચુડાસમા, નરેન્દ્રસિંહ જાડેજા, સુરતાજી સોઢા, દાદુભા, જટુભા (ડાભુંડા), અલ્પાબા, પ્રફુલ્લાબા, જયાબા, દુષ્યંતસિંહ વગેરે હાજર રહ્યા હતા. સંચાલન મહામંત્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ જયારે આભારવિધિ ખજાનચી હઠુભા સોઢાએ કરી હતી.