ભુજમાં અંજલિ ટાવર ઉપરથી પરિણીતાની મોતની છલાંગ

માનસિક બિમારીથી પીડાતી પરીણીતાનનું આત્મઘાતી પગલું

 

ભુજ : શહેરના હોસ્પિટલ રોડ ઉપર રામેશ્વર મહાદેવ નજીક આવેલ અંજલિ ટાવર નામની ઈમારત ઉપરથી પરિણિતાએ છલાંગ લગાવી લેતા ગંભિર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત આંબી ગયું હતું. પરિણિતાના આત્મઘાતી પગલીથી પરિવાર જનોમાં અરેરાટી વ્વાપી જવા પામી હતી. તો બનાવ સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આત્મઘાતીનો બનાવ ગઈકાલે સવારે સાડા આઠેક વાગ્યાના અરસામાં બનવા પામ્યો હતો. અરવા મુસ્તની હાલાઈ (વોરા) (ઉ.વ. ૩૯) રહે. મુન્દ્રા રોડ વોરા કોલોની વૃંદાવનનગર ભુજ જે માનસીક રીતે બિમાર હોઈ પરિણિતાએ આપઘાત કરવાનું મનોબળ બનાવી દ્વિચક્રી વાહન લઈને આવી હતી અને અંજલી ટાવર ઉપર ચડીને મોતની છલાંગ લગાવી લીધી હતી. ટાવર ઉપરથી પડતું મુકેલ ત્યારે વિજાયર પર પડતા વાયર પણ તુટી ગયો હતોે. તેના હાથમાં વાહનની ચાવી રહી ગઈ હતી. પરિણિતાએ પડતું મુકીને આત્મહત્યા કરી ત્યારે જમીન ઉપર પટકાવાથી ગંભીર પ્રકારની ઈજાઓ થવાથી સ્થળ ઉપર જ મોત આંબી ગયું હતું. બનાવના પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. શહેર બી ડિવીઝન પોલીસ સીઆરપીસી કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી લાશનું પી.એમ. કરાવી તેના પરિવારજનોને સોંપી દીધો હતો. પરિણિતાના આત્મધાતી પગલાથી પરિવારજનોમાં શોકનું મોજુ છવાઈ જવા પામ્યું હતું.