ભુજમાંથી બીયર સાથે શખ્સ પકડાયો

ભુજ : શહેરની ભાગોળે માંડવી રોડ ઉપર શક્તિધામ સામેથી હેડ કોન્સ ઈન્દ્રવિજયસિંહ ગોહિલે આઝાદનગર ભીડનાકા બહાર ભુજ રહેતા નરેન્દ્ર ચંદ્રકાન્ત લુહારને ૧૧ ટીન બીયર કિં.રૂ. ૧૧૦૦ના જથ્થા સાથે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો.