ભુજમાંથી એકટીવાની ચોરી


ભુજ : શહેરના છઠ્ઠીબારી રિંગરોડ નજીક પાર્ક કરેલી એકટીવાની ચોરી થતા પોલીસ ફરિયાદ કરાઈ છે. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રાકેશ શાંતિલાલ શાહ (ઉ.વ.૪૩) (રહે. સંસ્કારનગર-ભુજ)ના પિતાએ છઠ્ઠીબારી રિંગ રોડ નજીક પોતાની ઓફિસ બહાર એકટીવા રજી. નંબર. જીજે. ૧ર. સીએફ. ૮૯૭૮ વાળી કિંમત રૂા.ર૦,૦૦૦ની અજાણ્યા શખ્સે ચોરી કરતા પોલીસ ફરિયાદ કરાઈ હતી.