ભુજપુરમાં ખેતીની જમીન પચાવનારા શખ્સ સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ

મુન્દ્રા : તાલુકાના મોટી ભુજપુર ગામે ખેતીની જમીન પચાવનારા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદી ભુજના જનકસિંહ બાણદુભા ઝાલાએ મુન્દ્રા પોલીસમાં જણાવ્યું કે, ફરિયાદીની માલિકીની જમીન મુન્દ્રાના મોટી ભુજપુર ગામે સર્વે નં.૯૦ વાળી આવેલી છે. આ ખેતીની જમીન પચાવી પાડવાના ઈરાદે ગામના જ આરોપી આશારિયા વિશ્રામ સેડાએ જમીન પર ગેરકાયદે કબજો મેળવી લીધો હતો. આરોપીએ જમીન પર પચાવી પાડી ફરિયાદીની જમીનમાં પ્રવેશ આપ્યો ન હતો. જે સંદર્ભે આરોપી સામે મુન્દ્રા પોલીસ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરાયો છે. જેની તપાસ ડીવાયએસપી જે.એન.પંચાલને સોંપવામાં આવી છે.