ભુજની મહિલાને સ્વાઈન ફલુ : કુલ ર૯૪

ભુજ : કચ્છમાં સ્વાઈન ફ્‌લુના નોંધાતા સંખ્યાબંધ કેસોમાં છેલ્લા બે દિવસથી આંશિક ઘટાડો નોંધાયો છે. જો કે સ્વાઈન ફ્‌લુએ એક માસૂમનો ભોગ લીધો હતો. તો સ્વાઈન ફ્‌લુનો માત્ર એક જ પોઝિટિવ કેસ આરોગ્ય વિભાગના ચોપડે ચડ્‌યો હતો. આરોગ્ય વિભાગના રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરૂણ કુમાર કુર્મીએ આપેલી માહિતી મુજબ ભુજના હાટકેશ્વર કોમ્પલેક્ષ નજીક રહેતા ૪૭ વર્ષિય મહિલાને સ્વાઈન ફ્‌લુ પોઝિટિવ ડિટેક્ટ થયો હતો. આ મહિલાને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ચાલુ વર્ષે કચ્છમાં અત્યાર સુધી ૨૯૪ પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે ૪૭ દર્દીઓએ શિકારી સ્વાઈન ફ્‌લુને કારણે જીવ ગુમાવ્યો છે