ભુજની ભાગોળે હાઈલેન્ડ રીસોર્ટના સેમ્પલ હાઉસમાં દારૂની મહેફિલ માણતા ૮ પકડાયા

અંજારથી આવેલા નબીરાઓને માનકૂવા પોલીસે ઝડપી પાડ્યા

પૈસાદાર માવતરની વંઠૈલી ઔલાદોની બેશર્મી તો જૂઓ : આ નબીરાઓએ કોરોનામાં કઈક સ્વજન ગુમાવ્યાં છતાં સુધરવાનું નામ જ નથી લેતા…! :શું સ્વજનો આવા મોજ-શોખ, ઘેલછા પુરી કરવા ગુમાવ્યા ..?

ભુજ : તાલુકાના ભારાપર નજીક સેનેટરી તરફના રસ્તે હાઈલેન્ડની અંંદર આવેલા સેમ્પલ હાઉસમાં દારૂની મહેફિલ માણતા ૮ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યાં હતા.પ્રાપ્ત વિગતો મુજબ ભુજની ભાગોળે સેનેટરી નજીક આવેલા હાઈલેન્ડ રીસોર્ટમાં દારૂની ચાલતી મહેફિલ અંગે માનકૂવા પોલીસને મળેલી બાતમીને આધારે દરોડો પડાયો હતો.જેમાં અંજારથી આવેલા નબીરાઓ ભારતીય બનાવટના વિદેશી શરાબની મોજ માણતા હતા. પોલીસના દરોડામાં વિશાલ સુરેશભાઈ સંઘવી (ઉ.વ. ૩૦) (રહે. ચિત્રકુટ, અંજાર), સાગર ગિરિશભાઈ સંઘવી (ઉ.વ. ર૬) (રહે. ચંપકનગર અંજાર), રાજ ભાવેશભાઈ આહિર (ઉ.વ. ર૪) (રહે. માલણવાડી, અંજાર), પરીન રજનીકાંતભાઈ મહેતા (રહે. ચંપકનગર, અંજાર), દિપેશભાઈ ભણસારી (ઉ.વ. રપ) (રહે. ચંપકનગર, અંજાર), કૌશલભાઈ નીતિનભાઈ વોરા (ઉ.વ. ર૮) (રહે. ચંપકનગર, અંજાર), અક્ષય હિતેશભાઈ શાહ (ઉ.વ. રપ) (રહે. ચંપકનગર, અંજાર), ધૈર્ય શૈલેશભાઈ વોરા (ઉ.વ. ર૬) (રહે. ચંપકનગર, અંજાર)ની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે ૮૦ હજારની કિંમતના ૮ નંગ મોબાઈલ કબ્જે કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.