ભુજની બેઠક પર ફરીથી લહેરાયો કેશરિયો

વર્તમાન ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર ડો. નિમાબેન આચાર્યની ૧૩,પ૯૧ મતે થઈ જીત : આદમ ચાકીને ૭ર,૦૯૭
મત મળ્યા

 

બન્ની વિસ્તારમાં કોંગ્રેસને જંગી લીડ મળી
ભુજ :વિધાનસભા બેઠકની પ્રથમ ચાર રાઉન્ડની ગણતરીમાં કોંગ્રેસના ઉમેદવાર આદમભાઈ ચાકીને ૧૪ હજાર જેટલી વોટની જંગી સરસાઈ મળી હતી. પ્રથમ ચાર રાઉન્ડમાં બન્ની- પચ્છમ વિસ્તારના વોટની ગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ ચાર રાઉન્ડના અંતે કોંગ્રેસના આદમભાઈ ચાકીને ૧૮,૩૬૦, ભાજપના ડો. નિમાબેન આચાર્યને ૪ર૯૦ મત મળ્યા હતા. જયારે નોટામાં ૭૦૬ જેટલા મોટી સંખ્યામાં મતો પડ્યા હતા. આમ કોંગ્રેસના ગઢ ગણાતા બન્ની વિસ્તારમાં કોંગ્રેસને જંગી લીડ મળી હતી.

 

 

ભુજ : ચૂંટણીની શરૂઆતથી જ રસપ્રદ રહેલી ભુજ વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર નિમાબેન આચાર્યનો જ્વલંત વિજય થયો હતો. નિમાબેન આચાર્ય પાછળ રહ્યા હતા, પરંતુ પાછળથી તમામ લીડ કાપીને સરસાઈ મેળવી હતી. નિમાબેન આચાર્યએ ૮પ,૬૮૮ મત મેળવીને ૧૩,પ૯૧ મતે જ્વલંત વિજય મેળવ્યો હતો, તો કોંગ્રેસના ઉમેદવાર આદમભાઈ ચાકીએ રપ,૦૦૦થી વધુની સરસાઈ મેળવીને અંતે માત્ર ૭ર,૦૯૭ મત મેળવીને હાર્યા હતા.
વિધાનસભાની મત ગણતરીના પ્રથમ બન્ની પચ્છમ વિસ્તારથી મત ગણતરી શરૂ થતા આદમભાઈ ચાકી મોખરે જાવા મળ્યા હતા. ભુજની મત ગણનામાં પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર નિમાબેન આચાર્યને ૧૩૦૬ મત મળ્યા હતા. કોંગ્રેસના આદમભાઈ ચાકીને ૪૩૬૬ મત મળ્યા હતા. અને નોટામાં ૧૮૯ મત પડ્યા હતા. બીજા રાઉન્ડમાં ભાજપને ૯૧૮ અને કોંગ્રેસને પરરપ જયારે નોટામાં ૧૩૯, ત્રીજા રાઉન્ડમાં ભાજપને ૧ર૯૪ જયારે કોંગ્રેસને ૪૧૪૪ મત મળ્યા હતા. તો નોટામાં રર૮ મત પડ્યા હતા. ચોથા રાઉન્ડમાં ભાજપને ૭૭૧ અને કોંગ્રેસને ૪૬રપ મત મળ્યા હતા. જયારે નોટામાં ૧પ૦ મત પડ્યા હતા. ચાર રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર આદમભાઈ ચાકી ૧૮,૩૬૦ વોટ મેળવીને ૧ર હજારથી વધુ લીડ સાથે આગળ ચાલતા હતા. તો નિમાબેન આચાર્યને ચાર રાઉન્ડના અંતે ૪,ર૯૦ વોટ મળ્યા હતા. તો નોટામાં કુલ ૭૦૬ વોટ પડ્યા હતા. પાંચમા રાઉન્ડમાં નિમાબેને મળતાં વોટની સ્થિતિ સુધરી હતી અને પાંચમા રાઉન્ડમાં નિમાબેન આચાર્યને ૩૦૯૬ વોટ મળ્યા હતા. તો આદમભાઈ ચાકીને ૩૮૪૭ વોટ મળ્યા હતા. તો નોટામાં ર૧૧ વોટ પડ્યા હતા. છઠ્ઠા રાઉન્ડમાં ભાજપને ર૪પર જયારે કોંગ્રેસને ૩૩૯૭ વોટ મળ્યા વોટ મળ્યા હતા. જયારે નોટામાં ર૭૧ વોટ પડયા હતા. સાતમાં રાઉન્ડમાં ભાજપની તરફેણમાં ૩૧૦૬ અને કોંગ્રેસમાં ૪૮૪પ વોટ અને નોટામાં ર૧૧ વોટ પડ્યા હતા. ૮મા રાઉન્ડમાં ભાજપને ૩૦૪૪ વોટ મળ્યા હતા અને કોંગ્રેસને ૭ર૭૦ વોટ મળ્યા હતા. તો નોટામાં ર૦ર વોટ પડયા હતા. ૮મા રાઉન્ડના અંતે નોટામાં કુલ ૧૬૦૧ વોટ પડ્યા હતા. જયારે આદમભાઈ ચાકી ૩૭,૭૧૯ વોટ મેળવીને ર૧,૭૩૧ની લીડ સાથે આગળ ચાલતા હતા. જયારે ભાજપના ઉમેદવાર નિમાબેન આચાર્યને ૮મા રાઉન્ડના અંતે કુલ ૧પ,૯૮૮ વોટ મળ્યા હતા. નવમા રાઉન્ડમાં પણ કોંગ્રેસને લીડ મળી હતી અને કોંગ્રેસના ઉમેદવાર આદમભાઈ ચાકીને ૬૧ર૭ વોટ મળ્યા હતા. જયારે ભાજપના નિમાબેન આચાર્યને ર૯૩૩ વોટ મળ્યા હતા. તો નોટામાં ર૩૬ મત પડ્યા હતા. ૧૦મા રાઉન્ડમાં ભાજપને ૩ર૮૩ મત ને કોંગ્રેસને ૬૭૧૬ વોટ મળ્યા હતા અને નોટામાં ર૦૪ વોટ પડ્યા હતા. ૧રમા રાઉન્ડમાં નિમાબેનને ૬૬૮૦ અને આદમભાઈને ર૩૪૪ વોટ મળ્યા હતા. જયારે નોટાની બટન ર૩૮ મતદારોએ દાબી હતી. ૧રમાં રાઉન્ડની ગણતરીમાં ભાજપની લીડ શરૂ થઈ હતી અને નિમાબેન આચાર્યને ૭૦૩૦ મત મળ્યા હતા. જ્યારે આદમ ચાકીને માત્ર ૧૭ર૬ મત મળ્યા હતા. તો નોટામાં ર૪૧ વોટ પડ્યા હતા. ૧૩માં રાઉન્ડમાં ભાજપને ૭૧પ૦ અને કોંગ્રેસને ૮૭૬ વોટ મળ્યા હતા અને નોટામાં ર૩૦ વોટ પડ્યા હતા. ૧૪માં રાઉન્ડમાં ભાજપને ૪પ૬૦ અને કોંગ્રેસને ૧૪૭૮ વોટ મળ્યા હતા. ૧૪ રાઉન્ડના અંતે ભાજપને કુલ ૪૭,૬ર૪ વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસને પ૬,૯૮૬ વોટ મળ્યા હતા. ૧૪ રાઉન્ડને અંતે કોંગ્રેસને ૯૩૬ર મતની લીડ હતી. ૧પ અને ૧૬મા રાઉન્ડમાં પણ નિમાબેન આચાર્યએ સારી એવી લીડ કાપી હતી. જેમાં ૧પમા રાઉન્ડમાં ભાજપને ૪૦૮૭ વોટ મળ્યા હતા અને કોંગ્રેસને ૩ર૩૪ વોટ મળ્યા હતા. જયારે ૧૬મા રાઉન્ડમાં ભાજપને ૬૮૩૧ વોટ અને કોંગ્રેસને માત્ર ૧૬૩૬ વોટ મળ્યા હતા. તો ૧પમા રાઉન્ડમાં ૧૯૬ વોટ નોટામાં પડ્યા હતા અને ૧૬મા રાઉન્ડમાં ર૧૯ વોટ નોટાને ફાળે ગયા હતા.૧૭મા રાઉનડમાં ભાજપના ઉમેદવાર નિમાબેન આચાર્યએ  પોતાની લીડ જાળવી રાખીને પર૧૪ મત મેળવ્યા હતા. જ્યારે આદમભાઈ ચાકીને ૧૬૩૬ મત મળ્યા હતા. નોટામાં ર૪૦ વોટ પડ્યા હતા. ૧૮મા રાઉન્ડમાં ભાજપને પ૮૮૩ વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને ૧૭૦૪ અને નોટાને ર૧૦ વોટ મળ્યા હતા. ૧૯માં રાઉન્ડમાં ભાજપને ૬૦૭પ જ્યારે કોંગ્રેસને ૧૯૩પ વોટ મળ્યા હતા. તો નોટા પર ર૮૩ મતદારોએ પસંદગી ઉતારી હતી. ર૦મા રાઉન્ડમાં ભાજપને પ૩૯૯ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને ૧૯૩૪ મત મળ્યા હતા. તો નોટાને ફાળે પ૯ વોટ ગયા હતા. ર૧મા અને અંતિમ રાઉન્ડમાં ભાજપને ૪૪૮૪ વોટ અને કોંગ્રેસને ર૬૦૭ વોટ મળ્યા હતા, તો પોસ્ટલ બેલેટ દ્વારા કુલ મતદાન ૧૪૮૮નું થયું હતું. જેમાંથી ૮૪૪ વોટ ભાજપને મળ્યા હતા અને ૪૧૩ વોટ કોંગ્રેસને ફાળે ગયા હતા. જ્યારે પોસ્ટલ બેલેટમાંથી પણ નોટાના નિશાન પર પ૬ વોટ પડ્યા હતા. ભાજપના નિમાબેન આચાર્યને કુલ ૮પ,૬૮૮ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના આમદભાઈ ચાકીને ૭ર,૦૯૭ મત મળ્યા હતા. આમ ભુજની બેઠક પર નિમાબેન આચાર્યની ૧૩,પ૯૧ મતે જીત થઈ હતી.