ભુજની બેંકે લેણું ચુકવવા નોટીસ આપતા માલિક દ્વારા ખોટી ફરિયાદ કરાઈ

ભુજ : મર્કેન્ટાઈલ બેંક દ્વારા લેણા બાબતની નોટીસ આપતા ફરિયાદી દ્વારા ખોટી પોલીસ ફરિયાદ કરાઈ હોવાનું ભુજ મર્કેન્ટાઈલ બેંકે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું. બેંક દ્વારા જણાવ્યા પ્રમાણે ફરિયાદી દેવકુમાર ઈન્દુકુમાર પજવાણીએ આત્મનિર્ભર લોન માટે ગત વર્ષે બેંકમાં અરજી કરેલ હતી. જરૂરી પેપર્સ તેમના કન્સલ્ટન્ટ નીલમ ગગવાણી પાસે તૈયાર કરાવીને જુલાઈ ર૦ર૦માં રજૂ કર્યા હતા. લોન માટે સિક્યુરિટી પેટે તેમણે તેમની ગાડી નંબર જી.જે. ૧ર બી ડબલ્યુ ૩૯૬૬ બેંકમાં લીયન કરવા તૈયારી બતાવી હતી. બેંક મેનેજર આહુજાભાઈએ આરટીઓ લીયન માટે ફોર્મ નં. ૩૪ ઈસ્યુ કરાવેલ હતું. બેંક લોન માટે આરટીઓ લીયનની વિધિ અરજદારે પોતે જ કરવાની હોય છે અને બેંક કયારેય ઓરીજનલ આરસી બુક લેતી નથી. લોનની અરજીમાં દેવકુમાર પજવાણીએ ખોટુ સોગદનામુ રજૂ કર્ય હોવાનું ધ્યાને આવતા તેમની ભાગીદારી પેઢી દિયા લોજીસ્ટીકસ નામથી ભુજ મર્કેન્ટાઈલ બેંકમાં ર૦૦૯માં લોન લીધેલ હતી. જે ઘણા વર્ષોથી એનપીએ છે અને ર૪-૮-ર૧ના બેંકે રૂા. ૪૩,રપ,૧પપ + વ્યાજ વસૂલ કરવા માટે મિલકતોની જપ્તી માટે નોટીસ આપી હતી. વધુમાં ખાતું એનપીએનું હોવાથી લોન રીજેકટ કરેલ હતું અને લોન ખાતામાં કોઈ પણ રકમનું ચુકવણું જ થયેલ નથી. વધુમાં ફરિયાદીના કન્સલ્ટન્ટ નીલમ ગગવાણીએ જણાવ્યું કે, તેઓ બેંકના એજન્ટ નથી અને તેઓ ફક્ત લોન કન્સલ્ટીંગનું કામ જ કરે છે અને આરટીઓનું કામ કરતા નથી કે તેમણે આરસી બુક લીધેલ નથી. વાહન ઉપર એચપી ચડતા સાથે વાહન માલિકને આરટીઓ તરફથી ડાયરેકટ એસએમએસથી જાણ થાય જ છે તથા ઓરીજીનલ આરસી બુક પણ વર્ષ પહેલા ફરિયાદીને મળી હતી તો હવે એક વર્ષ પછી શા માટે પાર્ટી ફરિયાદ કરે છે ? જે બાબત પાર્ટીના ઈરાદા વિશે શંકા પ્રેરે છે. આમ બેંક દ્વારા લોન અને વ્યાસ પેટે જપ્તીની ચાલુ થયેલ કાર્યવાહી રોકવા તથા ઓછી રકમ સ્વીકારવા દબાણ ઉભું કરવા આખી ફરિયાદ ઉપજાવવામાં આવી હોય તેવું બેંકનું માનવું છે.