ભુજની નવી શાક માર્કેટ સામે બે ગાડીઓ ભટકાતા મહિલાને ઈજા

The imaginary basketball arena is modelled and rendered.

ભુજ : શહેરની નવી શાક માર્કેટ સામે પોલીસ ચોકીની બાજુમાં રોડ પર બે ગાડીઓ ભટકાતા મહિલાને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે રેશ્માબેન સલીમભાઈ લુહાર (ઉ.વ.૩પ)એ ર૯પપ નંબરની એકટીવા ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો. આરોપીએ પોતાના કબ્જાની ગાડી પૂરપાટ વેગે ગફલતભરી રીતે હંકારી મહિલાની ગાડીને ટક્કર મારીને અકસ્માત સર્જાયો હતો. જેમાં ફરિયાદી મહિલાને છોલછાલ સહિત મૂઢ ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઈ છે.