• મેડીકલ કટોકટી વખતે સ્થાનિકના વહીવટદારો વાંટે છે સતત ભાંગરો..

કોરોના કાળમાં પણ દર્દીઓની સેવામાં ખાડે જતું સિવિલ હોસ્પિટલનું તંત્ર

કચ્છને કર્મભુમિ બનાવનાર અદાણી ગ્રુપ જિલ્લાને આરોગ્યધામની અનમોલ ભેટ આપી છે, પરંતુ સ્થાનિકના બની બેઠેલા વહીવટદારો દ્વારા સમયાંતરે દર્દીઓની સેવામાં ઉણા ઉતરીને હોબાળા-દેકારા-હલ્લાબોલને સામે ચાલીને ઈજન આપી દેતા હોવાના વર્તારાથી પ્રબુદ્ધવર્ગમાં ઉઠતા અનેકવીધ અણીયાણા સવાલો

કોરોનાના સમયકાળમાં પણ જાગૃત દર્દીએ સિવિલમાં ચાલતી લાલીયાવાડીનો શરે કરેલો વીડીયો કહી શકાય સુચક : આ પહેલા પણ દર્દીઓના મોત બાદ ફાટી નીકળેલા રોષ, હોસ્પિટલમાં મચેલા હંગામા-દેકારા અને તેના થકી અદાણી જુથને સવાલોના ઘેરામાં આવી જવાની પડી ચુકી છે સતત ફરજ

કોરોનાની આફતના સમયમાં ઉત્તમ સેવા કરીને અદાણી ગ્રુપને માન-સન્માન મળ્યું શક્યું હોત પણ ખાટલે જ મોટી ખોટ એ છે કે સ્થાનિકે કોઈ જવાબદાર જ નથી લશ્કર ક્યાં લડી રહ્યું છે. તેની કોઈ સમજ પણ નથી જવાબદારો અમદાવાદ બેઠા બેઠા હુકમો કરે છે. પણ સેના વગર કઈ રીતે લડાય અને જીતાય આટલી મોટી જંગ ? ફક્ત અને ફક્ત સેનાપતિઓની જ ખોજ છે સક્ષમ સેનાનો દેખાયો છે સદંતર અભાવ

ગાંધીધામ : દેશ-દુનીયામાં અનેરી પ્રતિષ્ઠા ધરાવતા અદાણી ગ્રુપ મુંદરા-કચ્છને કર્મભૂમિ બનાવી અને આજે વૈશ્વિક ડંકો ઉદ્યોગજગતમાં ગજવ્યો છે ત્યારે કર્મભૂમી કચ્છનુ ઋણ અદાણ કરવાને માટે ગૌતમભાઈએ આ જિલ્લાને આરોગ્યધામની અમુલ્યભેટ ધરી છે. ૧૩ર કરેાડથી વધુના માળખાની આ એશીયાની સૌથી સારામાં સારી ઈમારત આરોગ્ય સેવા સિવિલ હોસ્પિટલ જી.કે. જનરલની સેવા અદાણી ગ્રુપે સંચાલન હેઠળ રાખેલી છે. અદાણી ગ્રુપ દ્વારા કચ્છની સેવાની તત્પરતા કાબીલેદાદ કહી શકાય તેમ છે પરંતુ આ હોસ્પિટલના સંચાલનમા જે સ્થાનિકના બની બેઠેલા વહીવટદારો છે તેઓના થકી સમયાંતરે અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલને વારંવાર શંકાના દાયરામાં આવી જવાની નાબેત આવવા પામી રહી છે અને તે કોરોનાના કપરાકાળમાં પણ સીલસીલો જાણે કે યથાવત જ રહ્યો હોય તેવા ઘટનાક્રમો બહાર આવી રહ્યા છે.આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો કચ્છને કર્મભુમિ બનાવનાર અદાણી ગ્રુપ જિલ્લાને આરોગ્યધામની અનમોલ ભેટ આપી છે, પરંતુ જાણે કે આ હોસ્પિટલના સ્થાનિકના બની બેઠેલા વહીવટદારો દ્વારા સમયાંતરે દર્દીઓની સેવામાં ઉણા ઉતરીને હોબાળા-દેકારા-હલ્લાબોલને સામે ચાલીને ઈજન આપી દેતા હોવાના વર્તારા પાછલા ટુકા સમયમા અનેકવખત જોવા મળી આવ્યા છે. અદાણી ગ્રુપ કચ્છની સેવા થઈ શકે, આ જીલ્લાનુ ઋણ અદા કરી શકાય તે માટે આવી અદ્યતન હોસ્પિટલની ભેટ કચ્છને આપી છે. તેઓ ઘરઆંગણે જ કચ્છી દર્દીઓને મોંઘીદાટ સેવાઓ મળે તે માટે આ ભવ્ય હોસ્પિટલ, આરોગ્ય માળખાને ઉપલબ્ધ કરાવ્યુ છે પરંતુ અહી દર્દીઓને સેવા અપુરતી મળી રહી હોવાનો અથવા તો સમગ્ર હોસ્પિટલ જ ભગવાન ભરોસે રહેલી હોવાની ફરીયાદો-બૂમરાડ અહીથી ઉઠતી જ રહે છે અને અખબારોમા પણ આ હોબાળાઓ મોટામથાડા સાથે પણ ચમકતા જ રહેતા હોય છે.
આવામા સવાલો થવા પામી રહ્યા છે કે, ૧૩ર કરોડથી વધુના અદ્યતન માળખુ, ખુટતી મોટાભાગની કડીઓ પૂર્ણ કરાવી, મેડીકલ કોલેજમાથી પણ પીજી સ્ટાફ સહિતની સવલતો અપાવવા ઉપરાંત પણ દર્દીઓને સેવા ન મળતી હોવાની વાત કે પછી તબીબોના ઉદ્વત વર્તન અથવા દર્દીઓને સાંત્વના ન આપી શકવાનુ વલણ શંકા ઉપજાવી જનાર જ બની રહી છે. આટઆટલી મોટી હોસ્પિટલમાં દૃદીઓને શાંતીપૂર્વક સાચો જવાબ આપી શકે, રોષને ઠારી શકે તેવો કોઈ એક વ્યકિત અદાણી સંચાલિત જી.કે.માં નિયુકિત નથી કરી શકાતો? બીજીતરફ જાણકારો કહી રહ્યા છે કે, સ્થાનિકે ખુદના હાટડા ધમધમાવનારાઓને જ જી.કે.ની કમાન સોપી દેવાથી આવા કમિશન-કટકી ખોર તત્વો જ ખુદના ગજવા ગરમ કરવા અદાણી જેવા પ્રતિષ્ઠીત ગ્રુપના નામને બટો લગાવી રહ્યા હોવાની સ્થીતી છે. ખુદના કથળી ગયેલા અને નબળા દર્દીઓ હોયતેને અદાણીમાં રીફેર કરી દેવા અને અદાણીમા આવેલા કસવાળા દર્દીઓને ખુદની હોસ્પિટલમો સિફટ કરી દેવાની કર્મકહાણીની કથા-વ્યથાઓ તો અગાઉ અનેકવખત બહાર આવવા પામી ચુકી છે પણ હવે કોરોનાના ગંભીર કાળમા પણ સીવિલ હોસ્પિટલ સક્ષમ હોવા ઉપરાંત પણ અદાણી ગ્રુપને કેમ કરીને બદનામી લાગે તેવા વલણ જ અપનાવતા હેાવાની સ્થીતી સર્જાતી જોવાઈ રહી હોવાની બુમરાડ ઉઠવા પામી રહી છે. કોરોનાના સમયકાળમાં પણ જાગૃત દર્દીએ સિવિલમાં ચાલતી લાલીયાવાડીનો શરે કરેલો વીડીયો પણ સુચક જ માની શકાય તેમ છે. કોરોનાના કપરા કાળમાં દર્દીઓની સારવારમાં ગંભીર લાપરવાહી રાખવામા આવી રહી હોવાનુ આ વીડીયોમા જણાવાઈ રહ્યુ છે.
નોધનીય છે કે, આ પહેલા પણ દર્દીઓના મોત બાદ ફાટી નીકળેલા રોષ, હોસ્પિટલમાં મચેલા હંગામા-દેકારા અને તેના થકી અદાણી જુથને સવાલોના ઘેરામાં આવી જવાની પડી ચુકી છે સતત ફરજ. અહી અદાણી જુથના મોભીઓએ જાગૃંત બનવાની જરૂરી છે તેઓની કચ્છની સેવા માટેની જે તત્તપરતા છે તેનો કયાંક ને કયાંક સ્થાનિકના બની બેઠેલા આવા વહીવટદારો થકી સબોટેજ ભાંગી જ રહ્યો હોવાની નાબેત આવી રહી છે.

અદાણી સંચાલીત જી.કે.ના ખાડે ગયેલ-કથળતા વહીવટની ચાડી ખાતા આ રહ્યા અણીયાણા સવાલો..!

• કોરોનાના દર્દીઓની સેવામાં ચાલી રહી છે લીંપોપોત્તી
• શંકાસ્પદ દર્દીએ તાજેતરમાં જ જાહેર કરેલ વીડીયો આંખ ઉઘાડનારો • જી.કે.ની સેવાઓ ખાડે ગઈ હોવાનો કરે છે સીધો આક્ષેપ • કોવિદના શંકાસ્પદ દર્દીઓ પ્રત્યે ધ્યાન નથી અપાતુ • શંકાસ્પદ દર્દીઓને અન્યત્ર સિફટ કરાયા બાદ સેનેટાઇજ નથી કરાતુ • દર્દીઓના રીપોર્ટ ૪૮ કલાક બાદ પણ તેઓના હાથમા નથી આવતા • રીપોર્ટ માટે દર્દીઓએ ખુદ દર-દર ભટકવાની આવે છે નોબત • દર્દીઓના પરીવારજનો દ્વારા અપાતી વસ્તુઓ દર્દી સુધી કલાકો સુધી નથી પહોચતી • ઈન્જેકશનોની ભરપુર અછત • રેમડેસિવર ઈન્જેકશન વિભાગનુ મનસ્વી રીતે સંચાલન-રવિવારે કરી દેવાય છે બંધ • કોરોનાથી મૃત થયેલા દર્દીને કલાકો સુધી વેન્ટીલેટર પર રાખી-સગાઓને રખાય છે અંધારામા • કોરોનાના દર્દીઓના મોતની સમયસર સગાઓને નથી કરવામા આવતી જાણ • વેન્ટીલેટર પર દર્દીઓને રાખી-સગાઓને કોરોનાના દર્દીના મોત અંગે રખાય છે અસમંજસતામા • કોરોનાના હોય કે અન્ય કોઈદર્દી, સારવાર અથવા તો મૃત્યુ બાબતે સગાઓને સાચી માહીતી ન અપાતા મામલા સતત બની રહ્યા છે તંગ-હંગામેદાર • દર્દીઓએ સ્વજન ગુભાવ્યા હોય તેનો આઘાત તો હોય, ઉપરથી તબીબ તોછડાઈ-ઉદ્વતવર્તન કરે અથવા તો સાંત્વનાભર્યો જવાબ ન આપે એટલે દેકારો તો થાય જ થા..!