ભુજના સચિન પોસ્ટકાંડની તપાસનો સંઘ કાશીએ પહોંચશે ખરો? યક્ષ સવાલ

  • દિલ્હીની ટુકડી તો ખાઈ-પી-ને મજા કરી ગઈ..!

ડાયરેકટર પોસ્ટલ સર્વિસ(ડીપીએસ)કક્ષાના અધિકારી દિલ્હીથી દોડી આવ્યા, મોટા ખુલાસા થશેની વાતો હવામાં : ત્રણ અધિકારીની ટુકડી તો વિશ્વ વિરાસત જાહેર થયેલ કચ્છનું ધોળાવીરા જોવા આવી હતી, તપાસના બહાને વ્યકિતગત પ્રવાસનો ખર્ચ સરકારના ચોપડે ઉધારી ગઈ હોવાની ચકચાર

પોસ્ટકાંડમાં ઘેાર બેદરકારી દાખવનારા લાપરવાહોએ જીંદગી જીવી નહી, મુડી સતત ભેગી જ કરી રાખી, તે તમામ હવે આવી ગઈ છે ટાંચમાં :કોઈકના જીપીએફમાં ૬૦ લાખથી વધુની રકમ લેવાઈ ટાંચમાં તો કોઈની પાસેથી ૧પ લાખથી વધુની કેસ થઈ બરામદ : સરકાર કર્મચારીઓના હાથ આર્થિક રીતે તમામ મોરચે બાંધી દેવાયા, પ્રોપર્ટી સીલ કરી, સગા સબંધીઓના નામે હોય તો તેમને પણ રંઝાડાયા, બેકં ખાતાઓ સીઝ કરી દેવાયા, હવે આ કર્મીઓને કાઈ જરૂરીયાત પડે તો જાયે કયાં? : જયારે કૌભાંડનો મુખ્ય સુત્રધાર સચિન પાસે રીકવરી કરવી, ઈડી મારફતે તપાસ કરાવડાવા જેવા કોઈ જ પગલા લેવાતા દેખાયા નહી? આમા શુે સમજવુ? સચિનને છાવરવામાં કયા ઝભ્ભાલેંગાધારીઓ ભજવી રહ્યા છે ભૂમિકા?

રાવલવાડી સબ પોસ્ટ કચેરીના ખાતેદારોના ક્રોસ વેરીફીકેશનનો દોર અંતિમ તબક્કામાં : જો કે, ર૦૧૧ પહેલાના ન મળી રહેલા દસ્તાવેજો બનશે પડકારરૂપ

ગાંધીધામ : ભુજનુ બહુચર્ચિત સચિન પોસ્ટ ફુલેકાબાજ કાંડ હાલમાં દિલ્હીના અધિકારીઓની તપાસ ટીમો આવી હોવાથી વધુ ઉહાપોહ સાથે બહાર આવી ગયુ હતુ. અહી ટુકડી આવી છે, કૌભાડની રકમનો આંક વધયો છે, મોટા કડકા ભડાકા થશે તેવી વાતો મનાતી હતી પરંતુ હકીકતમાં દિલ્હીની ટુકડી તો ખાઈ-પી મેાજમજા કરી અને જતી રહી છે. કહેવાય છે કે, ડાયરેકટર પોસ્ટલ સર્વિસ(ડીપીએસ)કક્ષાના અધિકારી દિલ્હીથી દોડી આવ્યા, મોટા ખુલાસા થશેની વાતો હવામાં જ ઉડી હતી. ત્રણ અધિકારીની ટુકડી તો વિશ્વ વિરાસત જાહેર થયેલ કચ્છનું ધોળાવીરા જોવા આવી હતી, તપાસના બહાને વ્યકિતગત પ્રવાસનો ખર્ચ સરકારના ચોપડે ઉધારી ગઈ હોવાનુ માય છે. અને એટલે જ હવે જાણકારો કહે છે કે ભુજના સચિન પોસ્ટકાંડની તપાસનો સંઘ કાશીએ પહોંચશે કે કેમ? તે સવાલો થવા પણ હવે વ્યાજબી જ મનાય છે. બીજીતરફ રાવલવાડી સબ પોસ્ટ કચેરીના ખાતેદારોના ક્રોસ વેરીફીકેશનનો દોર અંતિમ તબક્કામાં છે. જવાબદારો દ્વારા એક એક ખાતેદારોને બોલાવી તેમના વાઉચોરીની એન્ટ્રીઓ સહિતની ચકાસણીઓ કરાઈ રહી છે. પરંતુ, ર૦૧૧ પહેલાના ન મળી રહેલા દસ્તાવેજો-વાઉચરો અને રેકર્ડ આ તપાસને માટે પણ પડકારરૂપ જ બની રહેશે તેમ મનાય છે.પોસ્ટકાંડમાં ઘેાર બેદરકારી દાખવનારા લાપરવાહોએ જીંદગી જીવી નહી, મુડી સતત ભેગી જ કરી રાખી, તે તમામ હવે આવી ટાંચમાં આવી ગઈ છે. કોઈકના જીપીએફમાં ૬૦ લાખથી વધુની રકમ લેવાઈ ટાંચમાં તો કોઈની પાસેથી ૧પ લાખથી વધુની કેસ બરામદ થઈ ગઈ છે. સરકાર કર્મચારીઓના હાથ આર્થિક રીતે તમામ મોરચે બાંધી દેવાયા, પ્રોપર્ટી સીલ કરી, સગા સબંધીઓના નામે હોય તો તેમને પણ રંઝાડાયા, બેકં ખાતાઓ સીઝ કરી દેવાયા, હવે આ કર્મીઓને કાઈ જરૂરીયાત પડે તો જાયે કયાં? જયારે કૌભાંડનો મુખ્ય સુત્રધાર સચિન પાસે રીકવરી કરવી, ઈડી મારફતે તપાસ કરાવડાવા જેવા કોઈ જ પગલા લેવાતા દેખાયા નહી? આમા શુે સમજવુ? સચિનને છાવરવામાં કયા ઝભ્ભાલેંગાધારીઓ ભજવી રહ્યા છે ભૂમિકા? તેવા સવાલો પણ સામે આવવા પામી રહ્યા છે. કહેવાય છે કે, આ સચીનનો આજથી એકાદ દાયકા પહેલા પણ દિનદયાલ નગરમાં પણ આ જ રીતેનુ કૌભાડ અંદાજિત રલાખની રકમનુ બહાર આવ્યુ હતુ તે વખતે પણ સચિનની સામે કડકાઈથી કાર્યવાહી થવાના બદલે ત્યાના મહીલા કર્મીના તમામ હકકે અટકાવી દેવાયા હતા જેનાથી તે મહીલા આજે માનસિક સંતુલન ગુમાવી ચૂકયા હોવાની સ્થિતી છે. ખરેખર તો સચિનની સામે વેળાસર ધાક બેસાડતા પગલા લેવાય, તગડી રીકવરી કરવામા આવે અને વ્યકિતગત રીતે આરડી એકાઉન્ટમા તેણે જે ગાલમેલ કરી છે તે સૌ કોઈના નામો પણ બહાર આવે તે જરૂરી બની રહ્યુ છે.

કેટલો જાડી ચામડીનો છે સચિન : ભુજના ૧ તબિબને તો ૯૦ લાખનો ચોપડયો છે ચુનો..!

હોસ્પિટલ રોડ પર સેવારત તબીબ નથી કહી શકતા, નથી સહી શકતા..? ફરીયાદ કરવા જાય તો ૯૦ લાખની રકમનો હિસાબ આપવો પડી રહ્યો છે અઘરો..! : સચિને આવા મજબુરવશ કઈક માલેતુજારની પેઢીઓ ઉઠાડી દીધી હશે..!
ગાંધીધામ : ભુજમા પોસ્ટના એજન્ટ સચિનએ કરોડોનુ ફુલેકે ફેરવી દીધુ હોવાની ઘટના બહાર આવ્યા બાદ તેની ફરીયાદ થઈ અને તપાસ પણ કઈક ઉઠાપટકની સાથે ચાલી રહી છે. દરમ્યાન જ સચિને ન માત્ર પોસ્ટ એટલે કે સરકારી રકમનો જ ગફલો કર્યો છે બલ્કે કઈક લોકોની મરણમુડી પણ આ સચીન જુંટવી ચૂકયો છે તો કેટલાક માલેતુજારો કે જેઓની રકમના આધાર-હિસાબો ન હતા તેવાઓને પણ નિશાન બનાવી ચૂકયો હોવાનુ કહેવાય છે. કેટલી જાડી ચામડીનો છે આ સચિન કે ભુજના હોસ્પિટલ રોડ પર સેવારત એક તબીબને તો આ સચીને ૯૦ લાખની રકમનો ચુનો ચોપડી દીધો છે. તબીબ પણ સોડમાં એવા છે કે, નથી બોલી શકતા કે નથી કહી શકતા. ફરીયાદ કરવા જાય તો ૯૦ લાખનો હિસાબ આપવો અઘરો પડી જાય તેવો છે. વિચાર તો કરો આવા તો કઈકને સચિને તાર્ગેટ બનાવી દીધા હોવાનુ કહેવાય છે.

  • છાનુ..રે..છપનું..કઈં થાય નહી.., થાય નહીં..
    ભુજ પોસ્ટ એચ.ઓ.માં છાનાછપના મેળવાતા તાગામેળની ચકચાર

એસપીસીઓ-એચઓઆરડી બ્રાન્ચમાં ર૦૦૮થી આજ દિન સુધીના આંકડા તફાવતને ગુપ્તરીતે થાડે પડાઈ રહી હોવાની ચકચાર

ગાંધીધામ : છાનુ રે છપનુ કઈ થાય નહી.ની ઉકિત પોસ્ટકાંડમાં હાલના સમયે ચાલી રહેલી છાની રમતોને લઈને પણ સાચી ઠરી રહી છે. આ બાબતે અંતરંગ વૂતુળોની વાત માનીએ તો કહેવાય છે કે, હકીકતમાં સબ પોસ્ટ ઓફીસમા જે દીવસે ખાતુ ખુલ્યુ હોય તે જ દિવસે એચઓ કચેરી ખાતે આવેલા બે વિભાગોમાં પણ તે બધુ જ અપડેટસ થવુ જોઈએ.
જાણકારો કહી રહ્યા છે કે, રાવલવાડીમાં ડેટા-પાસવર્ડ ચોરીને જે રીતે છેડછાડ કરાયો તેના ક્રોસ વેરીફીકેશન એચ.ઓ.કક્ષાએ પણ થવા જોઈતા હતા. પરંતુ તે વખતે એ કરવામા આવ્યા નહી. હવે આ રકમનો આંક ઘણો ઉચો પહોચી રહ્યો છે ત્યારે એચ.ઓ.મા સેવારત બે વિભાગ એસપીસીઓ તથા એચઓઆરડી બ્રાન્ચ કે જેની પાસેથી પણ આ તમામ આંકડાઓ અને વિગતો તાગામેળમાં આવી જોઈએ જે નહોતી આવી એટલે હવે તેને છાને છપને મેચ કરવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો હોવાનુ ચર્ચાય છે. સબ પોસ્ટ ઓફીસ અને આ બન્ને બ્રાન્ચે પેરેલલ કામ કરવાનુ હોય છે. જો આ બ્રાન્ચ દ્વારા પણ પેરેલલ એટલે કે રેાજેરોજનુ કામ કરાયુ હોત તો સચિન જેવા ફુલેકાબાજ રાવલવાડીમાં આટલા મોટા કૌભાડને અંજામ જ આપી શકયા ન હોત. સબ પોસ્ટ ઓફીસમા કોઈ ખાતુ ખુલે એટલે આ બન્ને બ્રાન્ચે પણ તે ખાતુ ખોલવાનુ હોય, ત્યા જે એન્ટ્રીઓ પડે તે અહી પણ પોસ્ટીગ કરવાની હોય છે પરંતુ ર૦૦૮થી જ અહી લાલીયાવાડી ચાલતી હાવાનુ મનાય છે અને હવે જયારે તપાસ ચાલુ થઈ છે, કોર્ટમાં આધારો આપવાનો વારો આવશે ત્યારે પુર પહેલા પાળ બાંધવાની નીતીએ આ બન્ને બ્રાન્ચમાં છાની રીતે પોસ્ટીગનો ધમધમાટ ચાલી રહ્યો હોવાનુ ચર્ચાય છે.