ભુજના રહેણાક વિસ્તારમાંથી ઝડપાયા મગર

ભુજ : અત્યાર સુધી  પાણીમાં રહેતો મગરમચ્છ હવે શહેરોમાં દેખાઈ રહ્યો છે. એકાદ સપ્તાહ અગાઉ ભુજના સુરલભીટ વિસ્તારમાં રાતે મગરમચ્છ દેખાયો હતો અને સ્થાનીકોએ ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથીને મોડી રાતે ઘટનાની જાણ કરી હતી. ત્યાર બાદ પ્રમુખ અશોક હાથીએ રાતે ઘટનાની જાણ વન વિભાગના અધિકારીઓને કરી હતી. અને મગરનો રેસ્ક્યુ કરવમાં આવ્યો હતો. ત્યાર બાદ ગત રાતે ભુજના ખાવડા રોડ રેલ્વે ફાટક પાસે મગર હોવાની જાણ વન વિભાગના અધિકારીઓને થતા નાયબ વન સરક્ષકના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરીને મગરમચ્છને
પકડી પાડવામાં આવ્યો હતો. જેમાં ભુજ પશ્ચિમ રેન્જના આરએફઓ સુરેશ અબોટી, વનપાલ એ.જે સુમરા, કે.જે ડેર. કિરણ રાઠોડ, સંજય છલિયા સહિતનીન ટીમે રેસ્ક્યુ કરીને મગરમચ્છને પાંજરે  પુરવામાં આવ્યો હતો અને ત્યારે બાદ ભુજના રૂદ્રાની ડેમમાં મગરને સુરક્ષીત છોડી દેવામાં  આવ્યો હતો.