ભુજના યુવાને ભાડે આપેલું ડમ્પર પચાવી પાડી કરાઈ છેતરપિંડી

ભુજ : શહેરના હંગામી આવાસમાં રહેતા યુવાને ભાડે આપેલું ડમ્પર પરત ન મળતા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસઘાત ઠગાઈનો ગુનો નોંધાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હિતેન્દ્રગીરી ચંચળગીરી ગોસ્વામીએ આરોપી નિતીનભાઈ ઉમરશી ભાનુશાલી વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હિતેન્દ્રગીરીએ પોતાનું રૂપિયા ૧૫ લાખનું હાઈવા ડમ્પર યોગેશ ચાંદ્રાને ભાડા પેટે આપ્યું હતું. અને યોગેશભાઈએ તે ડમ્પર નિરોણામાં રહેતા નિતીન ઉમરશીભાઈ ભાનુશાલીને ભાડેથી આપ્યું હતું. દરમિયાન યોગેશભાઈ ચાંદ્રાનું નિધન થઈ જતા આરોપી નિતીનભાઈએ આ ડમ્પર પચાવી પાડીને રૂપિયા તેમજ ડમ્પર પરત ન આપીને વિશ્વાસઘાત ઠગાઈ આચરી હતી. જેને પગલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. અને પીએસઆઈ ડી.આર.ઉલવાએ આગળની તપાસ હાથ ધરી છે.