ભુજ : તાલુકાના ભુજોડી નજીક યુવાનને ગાડીના હપ્તા બાબતે માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ કરાઈ હતી. ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ આરોપી મહેશ પરબત આહિરે (રહે. ઘનશ્યામનગર-ભુજ) ફરિયાદી અજય દેવજીભાઈ રબારી (ઉ.વ.૩૩) (રહે. ભુજ) પાસેથી એકાદ વર્ષ પહેલા મોટર સાયકલ લીધી હતી. જેના ચાર હપ્તા ચડી જતા ફરિયાદીને એનઓસી ન મળતા આરોપીએ અપશબ્દો બોલી ધોકા વડે મારમારી ઈજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.