ભુજના મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપીને પકડી પાડ્યો

ભુજ : આઈજી અને એસપીએ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના અપાઈ હતી. જેના પગલે ભુજ એલસીબી પીઆઈ એચ.એમ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડ ભુજના દ્વારા મારામારીના કેસના આરોપીની અટક કરવામાં આવી હતી. ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસનો આરોપી દિલીપ નટવરલાલ ઠક્કર (રહે ગ્રીન એકર્ડ સોસાયટી, હાલે દરબારગઢ) પાસે હોવાની બાતમીના આધારે તપાસ કરતા આરોપીની અટક કર એ ડિવિઝન પોલીસના હવાલે કરાયો હતો. કામગીરીમાં એલસી પીઆઈ એચ.એમ. ગોહિલ, પેરોલફર્લોના પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્ર રાવલ, દિનેશભાઈ ગઢવી, રઘુવીરસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ પરમાર, સુરેશભાઈ ચૌધરી જાેડાયા હતા.