ભુજના પ્રાગસર તળાવ પર થનાર મટન-મચ્છી માર્કેટ ઉપર હાઈકોર્ટની રોક

તળાવ સુકાઈ જાય તો મચ્છી કે મટન માર્કેટ ન બનાવી શકાય : ભુજ નગરપાલીકાએ ખાતમુર્હત કર્યુ હતું

ભુજ : શહેરના ઐતિહાસિક હમીરસર તળાવ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકા સામે કડક રૂખ અપખત્યાર કર્યાે હતા ત્યાં આજે ફરી એક વખત પ્રાગસર તળાવ મુદ્દે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે, જેમાં હાઈકોર્ટે મૌખિક અવલોકન કરીને ચુકાદો આપ્યો છે કે, પ્રાગસર તળાવમાં મટન કે મચ્છી માર્કેટ બનાવવા ઉપર હાઈકોર્ટે મનાઈ ફરમાવી દીધી છે  હમીરસર અને પ્રાગસર તળવાના મુદ્દે ભુજના નાગરિક શ્રીરાજ ગોહિલે જાહેરહિતની હાઈકોર્ટમાં અરજી કરી હતી.

ભુજના શ્રીરાજ ગોહિલે હાઈકોર્ટેના ચુકાદાની વિગતો આપતા જણાવેલ કે, પાલિકા દ્વારા પ્રાગસર તળાવમાં મચ્છી અને મટન માર્કેટ બનાવવા માટે ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. તળાવ સુકાઈ જાય ત્યારે તેમાં આ કામગીરીની પ્રક્રિયા આગળ હાથ ધરવામાં આવનારી હતી. પરંતુ કોર્ટે તે તમામ કામગીરી પર રોક લગાવી છે. નગરપાલીકાને આવા પ્રોજેકટ માટે રાજ્ય સરકાર પાસેથી અન્ય જગ્યાએ જમીન માંગણી કરવી જાેઈએ. પ્રાગસર કોઈ પણ જાતનું દબાણ ન થાય તે જાેવાની જવાબદારી નગરપાલીકાની છે તેવી સુચક ટકોર કરી હતી.

અત્રે નોંધનીય છે કે, હમીરસર તળાવ બાબતના ચુકાદા વખતે હાઈકોર્ટે તંત્રને ટકોર કરતા કહ્યું કે, કચ્છ વરસાદી અછત વાળો પ્રદેશ છે, ત્યારે સરકારે અહીં જળસંચય થાય તેવા પ્રોજેકટો વિકસાવવા જાેઈએ.