ભુજના પ્રાંત અધિકારી તરીકે યુવા આઈએએસ અધિકારીની નિમણૂંક

રાજ્ય સરકારે પ્રોબેશન પરીયડ પૂર્ણ કરનાર 2019ની બેચના 8 આઈએએસ અધિકારીઓને એડિશ્નલ કલેકટર તરીકેની સોંપી જવાબદારી

 

ભુજ : તાજેતરમાં આઈએસ અધિકારીઓની કરાયેલી બદલી બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં મહત્વના મથકો પર પ્રાંત અધિકારીની જગ્યાઓ ખાલી રહી હતી. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા 2019ની બેચના 8 આઈએએસ અધિકારીઓને વિવિધ સ્થળોએ એડિશ્નલ કલેકટર તરીકે નિમણુક આપી છે. જેમાં ભુજના એડિશ્નલ કલેકટર તરીકે અતિરાગ ચાપલોટની નિમણુક કરાઈ છે.

તાજેતરમાં સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની કરાયેલી બદલીમાં ભુજના પ્રાંત અધિકારી પદેથી મનીષ ગુરવાણીની વલસાડના ડીડીઓ તરીકે બદલી કરાઈ હતી. જેના કારણે ભુજના પ્રાંત અધિકારીની જગ્યા ખાલી રહી હતી. તેવામાં આઈએએસ પ્રોફેસન કોર્ષ ફેસ-2 પૂર્ણ કરનાર 2019ની બેચના 8 આઈએએસ અધિકારીઓને વિવિધ મથકોએ આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણુક અપાઈ છે. જેમાં ભુજના પ્રાંત અધિકારી તરીકે અતિરાગ ચાપલોટની નિમણુક કરાઈ છે. તો વિરામગામના પ્રાંત તરીકે દિપેશ કેડિયા, વલસાડના પારડીના પ્રાંત તરીકે આનંદુ સુરેશ ગોવિદ, વિસનગરમાં રામનિવાસ બુગલિયા, જુનાગઢના વંથાલીમાં હનુલ ચૌધરી, પાટણના એડિશ્નલ કલેકટર તરીકે સચિનકુમાર, દાહોદના લીમખેડામાં રાજ આર. સુથાર અને સાબરકાંઠાના હિંમતનગરના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિધિ સિવાચની નિમણુક કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, નિધિ સિવાચ પોતાના પ્રોબેશનલ પરીયડમાં કચ્છમાં ફરજ બજાવી હતી.