ભુજના ડેન્ટિસ્ટ મહિલા તબીબની ભરણપોષણ માટેની અરજી ફેમિલી કોર્ટ દ્વારા રદ્‌

ભુજ ઃ શહેરના ડેન્ટિસ્ટ મહિલા તબીબ ડો.જાનવી રાજેશભાઈ ગણાત્રા દ્વારા ભુજની ફેમિલી કોર્ટમાં તેઓએ તેમના પતિ હર્ષ રાજેશ સાથે સંને.ર૦૧પમા લગ્ન થયા હતા અને ચાર માસના સમય માટે પતિ સાથે સંયુક્ત કુટુંબમાં રહ્યા હતા અને ત્યારબાદ પતિ અને સસરા તરફથી દહેજની માગણી કરી હતી અને શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતું હતું. આવા ત્રાસથી તેઓ બિમાર થઈ અને છેલ્લા ચારેક વર્ષ લગ્નજીવન શરૂ થશે તેવી રાહ જઈ, પરંતુ તે શક્ય નહીં બનતા અને પોતે બિમાર હોઈ, તબીબી વ્યવસાય કરતા ન હોઈ અને પોતાની કોઈ આવક નહીં હોવાથી માવિત્ર ઉપર આધારિત હોઈ, માસિક રૂા.ર૦ હજારની રકમ પતિ પાસેથી અપાવવા અરજી કરી હતી.

આ કેસના અરજદારના પતિ હર્ષ દ્વારા તેમના વકીલ મારફતે હાજર થઈ, જવાબ આપેલ કે, અરજદાર એ અરજીમાં જણાવેલ હકીકતો, આક્ષેપો ખોટા છે. તેણીની તબિયાત સારી છે, તેણી ડેન્ટલ સર્જન તરીકે ભુજમાં સુખપર મધ્યે પ્રેક્ટિસ કરે છે તથા તેણી, ખેતી તથા તથા અન્યક્ષેત્રોમાંથી રૂપિયા એક લાખ જેટલી આવક કમાય છે. ઈન્કમટેક્સ રિટર્ન ભરે છે. લાખોની વાર્ષિક કમાણી હોવાનું તથા કમોટી રકમની બયત હોવાનું જણાવી તથા ખોટી અરજી કરી હઈ કાયદેસર રીતે કમાતી અને પગભર પત્ની તરીકે ભરણપોષણની રકમ મેળવવા હકદાર નથી.

ખરેખર તેણીને, સંયુક્ત કુટુંબમાં રહેવું ન હતું અને તેમના પતિને મા-બાપથી અલગ થવા દબાણ કરતા ને પતિ હર્ષ એકમાત્ર પુત્ર હોઈ તથા પિતા બિમાર રહેતા હોઈ, સંયુક્ત કુટુંબથી અલગ થવા સહમત નહીં થતા તેણીએ, દહેજના આક્ષેપો ખોટા ઊભા કર્યા છે તથા તે માટે તેઓ કે સાસરા પક્ષે કોઈ ત્રાસ આપ્યો નથી. ફેમિલી કોર્ટના વિદ્ધાન જજશ્રી અવિનાશ કે. ગુપ્તાએ પતિ તરફથી રજૂ થયેલા પત્નીની આવકના પુરાવા ચકાસી, તેણે પણ પોતે જુબાનીમાં છેલ્લા ૧૦ વર્ષથી ડોક્ટર તરીકેની વાર્ષિક ત્રણ લાખન આવક તથા અન્ય રીતે પણ દોઢ લાખ જેટલી આવક મળી એકંદરે રૂપિયા સાળા ચાર લાખ જેટલી વાર્ષિક આવક પુરવાર થતી હોઈ અરજદાર પત્ની, પતિ પાસેથી ભરપોષણ મેળવવા કાયદેસર રીતે હકદાર નથી તેમ જણાવી અને અરજદારની અરજી નામંજૂર કરતો હુકમ ફરમાવ્યો હતો. તેમજ વધારામાં કોર્ટે એવું પણ તાર કરેલ કે, પત્ની દ્વારા પતિ સામે દહેજની માંગણી અંગે જે આક્ષેપ કરેલ છે તે ખોટો છે. ફેમિલી કોર્ટમાં સામાવાળા પતિ ઠક્કર હર્ષના એડવોકેટ તરીકે કુલીન જેન્તીલાલ ભગત, અકુલ અશોકભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા.