ભુજના ઝીંકડીમાંથી રેતી ચોરી કરતા ૪ આરોપીઓ ઝડપા

પશ્ચિમ કચ્છ એલસીબીએ પાડેલા દરોડામાં દોઢ લાખનો મુુદ્દામાલ કરાયો કબ્જે : દરોડા દરમિયાન એક શખ્સ નાસી છુટતા કુલ ૫ આરોપીઓ વિરૂદ્ધ પધ્ધર પોલીસ મથકે ફોજદારી

ભુજ : તાલુકાના ઝીંકડી ગામે નદી પટના છેલાની સરકારી પડતર જમીનમાંથી રોતીની ખનિજ ચોરી કરતા ચાર શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક આરોપી નાસી છુટ્યો હતો. પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે રેતી ચોરી અંગેની મળેલી બાતમીને પગલે દરોડો પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર. મોથલીયા તેમજ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘની સુચનાથી તેમજ પશ્ચિમ કચ્છ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એસ.જે. રાણાના માર્ગદર્શન હેઠળ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન મળેલી બાતમી હકીકતને આધારે ઝીંકડી ગામની ઉતરાદી સીમમાં નદી પટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. બનાવ સ્તળે સરાકરી પડતર જમીનમાંથી અમુક ઈસમો રેતીની ખનિજ ચોરી કરતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેને આધારે એલસીબીની ટીમે પાડેલા દરોડામાં આરોપી અબ્દુલ ઈબ્રાહિમ મમણ, હુસેન ઈસ્માઈલ મમણ, આરીફ ઈમર મમણ અને જુસબ કાસમ મમણ (રહે. તમામ નાના વરનોરા, તા.ભુજ)ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ભુજના કેમ્પ એરીયામાં રહેતા સલેમાન માંજોઠીનામનો શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો. આરોપીઓ દ્વારા નદી પટના છેલામાંથી રેતીની ખનિજ ચોરી કરીને પોતાના કબ્જાના જીજે ૧૨ ૮ યુ ૩૨૦૬ નંબરની ટ્રકમાં ભરીને પરિવહન કરવામાં આવતું હતું. પોલીસે પાડેલા દરોડામાં અંદાજે ૬ ટન રેતીનોે જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ ટ્રક સહિત કુલ ૧.૫૧ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આરોપીઓ વિરૂદ્ધ પધ્ધર પોલીસ મથકે વિધિવત ગુનો નોંધાતા એએસઆઈ ઈન્દ્રસિંહ ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, ઝીંકડી સહિતના પંથકમાં અવાર નવાર નાની મોટી ખનિજ ચોરીઓ થતી હોય છે. તો પધ્ધર પોલીસની હદમાં આવેલા વિવિધ ગામડાઓમાં બેફામપણે ખનિજ ચોરી કરાઈ રહી છે, તેમ છતા સ્થાનિક પોલીસ દ્વારા આંખ આડા કાન કરાતા હોવાના આક્ષેપો વખતો વખત ઉઠતા હોય છે.