ભુજના ખાવડા પંથકના ધોરાવરમાં કરા સાથે માવઠું

ભુજ : કચ્છમાં હવામાનના પલટાની સાથે છેવાડાના ખાવડા પંથકમાં છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટા વરસ્યા હતા. છેલ્લા એકાદ સપ્તાહથી કચ્છમાં મિશ્ર વાતાવરણ અનુભવાય છે. તો હવામાન ખાતા દ્વરા પણ કચ્છમાં વરસાદી ઝાપટાની આગાહી કરાઈ હતી. તેની ભુજ તાલુકાના ખાવડા પંથકના ધોરાવરમાં કરા સાથે માવઠુ વરસ્યું હતું. ભારે પવનના સુસવાટા સાથે વરસેલા ઝાપટાને કારણે ગ્રામ્ય વિસ્તારોના માર્ગો ભીંજાયા હતા. બદલાયેલા હવામાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી જુદા જુદા વિસ્તારોમાં વરસતા ઝાપટાને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 5 દિવસ સુધી કચ્છના છુટા-છવાયા વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમને કારણે ઝાપટા વરસવાની આગાહી કરવામાં આવી છે.