ભુજના ખાનગી બસ સંચાલકે કોરોનાની સેવા માટે સુધરાઈને સોંપી બસો

ભુજ : અહીનાં મીતરાજ ટ્રાવેલ્સના સંચાલક ઘનશ્યામભાઈ ગઢવી દ્વારા તેમના પુત્રના જન્મદિવસે કાંઈક માનવતાવાદી કાર્ય કરવાના હેતુથી હાલની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હંગામી સમય માટે ન નફા ન નુકસાનના ધોરણે ભુજની જનતાના લાભાર્થે એમ્બ્યુલન્સ સેવા માટે તેમની બસ ભુજ નગરપાલીકાને અર્પણ કરવામાં આવી છે. તો આ એમ્બ્યુલન્સ વાહનનું લોકાર્પણ ફાયર બ્રિગેડ ખાતે નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર અને ચીફ ઓફિસર સોલંકી સહિતના નગરસેવકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ખાનગી ટ્રાવેલ્સની આ બસોનો ઉપયોગ નગરપાલિકા દ્વારા સબવાહિની તરીકે કરાશે. આ ઉપરાંત હાલની પરિસ્થિતિને જાેતા કોઈપણ પ્રકારની દર્દીઓની હેરફેર ઉપરાંત કોવિડની કોઈપણ કામગીરીમાં આ બસોનો ઉપયોગ કરાશે.