ભુજના આરટીઓ પાસે ડમ્પર સર્કલમાં ઘુસી જતા નુકશાની

અવાર નવાર બનતા અકસ્માતો અટકાવવા સર્કલને નાનુ કરવું જરૂરી

ભુજ : શહેરમાં ફરી એક વખત અકસ્માતની ઘટના બની છે. પુરપાટ વેગે આવતું મહાકાય ડમ્પર ચાલકના કાબૂમાં ન રહેતા ડમ્પર સર્કલમાં ભટકાયા બાદ ડમ્પર કાબૂમાં આવ્યું હતું. ટ્રાફિકથી ધમધમતા શહેરના આરટીઓ સર્કલ પાસે આ ઘટના બની હતી. માધાપરથી ભુજ તરફ આવવાના રસ્તે આજે બપોરે ડમ્પર ધસમસતા વેગે આવ્યું હતું. અને સીધુ સર્કલમાં ઘુસી જતા મોટાપાયે સર્કલને તેમજ વાહનને નુકશાની થઈ હતી. ધડામભેર ડમ્પર સર્કલમાં ભટકાતા અહીંની દુકાનોમાંથી લોકો બહાર દોડી આવ્યા હતા. તો અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ રોડ પર ઉભા રહી આ ઘટના કેવી રીતે બની તેનો અંદાજાે લગાવવામાં મશગુલ બન્યા હતા. પણ મહત્વની બાબત એ છે કે, ડમ્પર એટલી સ્પીડમાં હતું કે, આરટીઓ સર્કલમાં ઘુસી જતા સર્કલને પણ નુકશાની પહોંચી હતી. આ ઘટનામાં જવાબદાર કોણ છે તે તો હવે ખબર પડશે. પરંતુ જાેવા જઈએ તો મોટી જાનહાનિ ટળી છે. જાે અહીંથી કોઈ વાહન પસાર થતું હોત, અને ત્યારે આ ડમ્પર ભટકાયું હોત તો મોટી નુકશાનીની શક્યતા જાેવામાં આવી હતી. પરંતુ આ બનાવથી કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ રોડ પર ટ્રાફિકજામ થઈ પડ્યો હતો. આરટીઓ સર્કલ તેની ક્ષમતા કરતા વધુ મોટો હોવાથી અવાર નવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે હવે આ સર્કલને નાનુ કરવું ખુબ જરૂરી બન્યું છે. ભૂતકાળમાં પણ આ સર્કલે ઘણા વાહનો ભટકાઈ ચુક્યા છે. તો બાજુમાં એટીએમમાં પણ ડમ્પર ઘુસી ગયું હતું. અકસ્માતોની વણઝાર જાેતા તાકીદે આ સર્કલ નાનુ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.