ભીમાસર-કંઢેરાઈ અને ભુજમાંથી ૧૯ ખેલી ૮૧ હજારની રોકડ સાથે ઝડપાયા

ભુજ : રાપર તાલુકાના ભીમાસર અને ભુજ તાલુકાના કંઢેરાઈ ગામ તેમજ શહેરમાં ભુજિયા રીંગ રોડ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૧૯ ખેલીઓને ૮૧,પ૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.ભીમાસર ગામે દરબાર વાસ જતા રસ્તા પર જુગાર રમતા શિવરાજસિંહ સામતસિંહ ઝાલા, સામતાભાઈ કેયણાભાઈ સોલંકી, દિનેશભાઈ કુંભાભાઈ પરમાર, શંકરદાન રાજભા ગઢવી, માંડણભાઈ ભવાનભાઈ પરમાર, મેરાભાઈ પાંચાભાઈ ભરવાડ અને બાબુભાઈ વેલાભાઈ ભરવાડ રોકડા રૂપિયા ૪ર,૩૦૦ સાથે પકડાયા હતા. જયારે રેડ દરમિયાન રામદેવસિંહ દિલુભા વાઘેલા નાસી ગયો હતો. આ રેડ દરમિયાન કુલ પ૮,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે અરજણભાઈ ચાવડાની વાડીમાં પદ્ધર પોલીસે દરોડો પાડી રપ,૯૧૦ની રોકડ અને ૧પ,પ૦૦ના ૪ મોબાઈલ કબ્જે કર્યા હતા. રેડ દરમિયાન અરજણભાઈ ગાંગાભાઈ ચાવડા, ભરતભાઈ કરશનભાઈ મકવાણા, સુરેશભાઈ ખેતાભાઈ ખુગલા, દિનેશભાઈ ગાંગાભાઈ મકવાણા અને ડાયાભાઈ ગાંગાભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી.આ તરફ ભુજમાં ભુજિયા રીંગ રોડ પર આવેલી સર્વિસ સ્ટેશનની પાછળ જુગાર રમતા મુસ્તાક મહેબુબ માંજોઠી, પપ્પુસિંહ હિરાસિંહ રાજપૂત, સુરેશ મનસુખભાઈ પંચાલ, રાજેન્દ્ર પપુભાઈ કેવટ, અમજદખાન સબીરખાન સૈયદ, દિવાનસિંહ ભગવાનસિંહ રાજપૂત અને આકાશ ફુલસિંહ કેવટની રોકડા રૂપિયા ૧૩,૩૦૦ અને ર૦ હજારના મોબાઈલ સાથે અટકાયત કરાઈ હતી.