ભીમાસરમાં કતલખાને લઈ જવાતા ૧૪ ગધેડાઓને ગ્રામજનોએ કરાવ્યા મુક્ત

બોલેરો પીકઅપમાં નિર્દયી રીતે ૧૪ ગધેડાઓને બનાવાયા હતા બંધક : સરપંચે આડેસર પોલીસમાં સેલારીના શખ્સ સામે નોંધાવી ફોજદારી : અત્યાર સુધી ગાય, ભેંસ અને ઉંટને કતલખાને લઈ જવાતા, હવે ગધેડાઓને પણ નથી મૂકાતા !

રાપર : ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. અહીંના લોકો પ્રાણી-પક્ષીઓની સેવા કરવામાં પણ જીવદયા અને પરોપકારની ભાવના વ્યક્ત કરે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિધર્મી શખ્સો દ્વારા ગાય, ભેંસ, ઉંટ સહિતના અબોલા પશુઓને કતલખાને લઈ જઈ તેમની હત્યા કરવામાં આવે છે. અવાર નવાર કતલખાને લઈ જવાતા પશુઓને લોકો દ્વારા મુક્ત કરાવામાં આવે છે તેવામાં હવે જિલ્લામાં પ્રથમ કિસ્સો કહી શકાય તેમ રાપરના ભીમાસર ગામમાં ગ્રામજનોએ કતલખાને લઈ જવાતા ૧૪ ગધેડાઓને મુક્ત કરાવ્યા હતા.આડેસર પોલીસ મથકે ભીમાસર ગામના સરપંચ સંકેતકુમાર બાબુભાઈ રાજપૂતે ફરિયાદ નોંધાવી હતી, જે મુજબ ગ્રામજનોએ ભીમાસર ત્રણ રસ્તા મેઈન રોડ પાસે બોલેરો પીકઅપ ગાડી જી.જે.૧ર બી.વી. ૬૯૬૦ વાળી અટકાવી હતી, જેમાં તપાસ કરતા પાછળના ઠાંઠામાં ૧૪ ગધેડાઓ જોવા મળ્યા હતા. ગધેડાઓના પગ અને મોઢું ત્રાસદાયક રીતે બાંધેલા હતા તેમજ ઘાસચારા કે પાણીની સગવડ ન હતી. અબોલા જીવોને કતલ કરવાના ઈરાદે લઈ જવાતા હતા, જેથી ગ્રામજનોએ રંગેહાથ પીકઅપના ચાલક લતીફ અબ્દુલ કુંભાર (રહે. સેલારી)ને ઝડપી પોલીસને સોંપ્યો હતો. આરોપી સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત પશુઓ પ્રત્યેના ઘાતકીપણા અટકાવવાના એક્ટની કલમો તળે ગુનો નોંધાયો હતો. પીએસઆઈ યુવરાજસિંહ ગોહિલને સોંપાઈ છે.