ભાવનગરમાં ભાજપનું શકિતપ્રદર્શન વાઘાણીની વિધીવત દાવેદારી

ભાવનગર પશ્ચીમ બેઠક પરથી જીતુભાઈ વાઘાણીએ રાષ્ટ્રીય અધ્યક્ષ  અમિત શાહની વિશેષ ઉપસ્થીતીમાં વાજતે ગાજતે નોંધાવી ઉમેદવારી  વિશાળ બાઈક રેલી યોજાઈ : મોટી સંખ્યામાં આગેવાનો-કાર્યકર્તાઓ  હાજર રહેતા ભાવનગરમાં છવાયો કેસરીયો માહોલ

૧પ૦ પ્લસના લક્ષ્યાંકનો અમિત શાહે વ્યકત કર્યો હુંકાર : ગુજરાતની પ્રજા કોંગ્રેસને ઉખેડી ફેંકશે : વિજયનો જીતુભાઈ વાઘાણીએ વ્યકત કર્યો વિશ્વાસ : અમિત શાહનું કરાયું પારંપરીક સ્વાગત

 

અમિત શાહના અભિભાષણના અંશ 

રાહુલ ગુજરાત-અમેઠીના વિકાસ માટે શું કર્યુ તેનો હીસાબ આપે : શાહે ભાવનગરના મંચ પરથી આપ્યો પડકાર

• જાતીવાદનું સમર્થન કરશો કે નરેન્દ્રભાઈના વિકાસવાદનું? પીએમના વિરૂદ્ધમાં બોલવા કંઈ શબ્દ પણ નથી• ગુજરાતમાં વંશવાદ જીતશે કે વિકાસ?• હુંજીતુભાઈના મિત્ર તરીકે તેમને જીતાડવા આવ્યો છું • કોંગ્રેસપાસે નરેન્દ્ર મોદીના વિરોધ સિવાય કોઈ મુદો જ નથી• જાતીવાદમાં ભાવનગરની પ્રજા ફસાશે કે મોદીજીન હાથ મજબુત બનાવશે?• ગુજરાતમાં ભાજપના સમયકાળમાં કફર્યુ ભુતકાળ બની ગયા છે• નવી પેઢીના મતદારોને કફર્યુનો અનુભવ સુદ્ધા નથી થયો• કોંગ્રેસે સરદાર પટેલ સાથે સતત અન્યાય કર્યો-નરેન્દ્રમાઈ પીએમ બન્યાને તુરંત જ સરદાર પટેલને ગૌરવ અપાવ્યુ• મોદીએ ગુજરાતના ગામડાઓમાથી અંધારૂ દુર કર્યુ• ભાજપના ગુજરાત વિકાસના ગુણગાન ગાવા માટે સાત દીવસની સપ્તાહ ઓછી પડે • રાહુલ ગુજરાતમાં આવીને વિરોધનું રાજકારણ બંધ કરે • રાહુલ પર્યટન સ્થળ સમજી અને ગુજરાત આવે છે• ભાવનગરને રો-રો ફેરી મોદી સરકારે આપી છે.• મોદી પીએમ બન્યા એટલે નર્મદા ડેમની ઉંચાઈ વધી

ભાવનગર : ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી આગામી નવમી ડીસેમ્બરે યોજનાર છે ત્યારે આજ રોજ તેના માટે ઉમેદવારી નોંધાવવાના અંતીમ દીને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ વાજતે ગાજતે વીધીવત દાવેદારી નોંધાવી છે. તેઓએ ભાવનગર પશ્ચીમ બેઠકપરથી આજ રોજ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી તે પહેલા જંગી જાહેરસભાને સંબોધન કર્યુ હતુ.

આ સભામાં જીતુભાઈ વાઘાણીએ ભાજપના વિકાસકામોના લેખાજાખા રજુ કરી અને રાજયની પ્રજા ગુજરાતમાંથી કોંગ્રેસના સુપડા સાફ કરી દેશે તેવો વિશ્વાસ દર્શાવ્ય હતો જયારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા ૧પ૦ના લક્ષ્યાંકને સીદ્ધ કરવાનો વિશ્વાસ દોહરાવી દીધો છે.ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ રજુ કરવાનો આજે અંતિમ દીન છે. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ભાવનગર પશ્ચીમ બેઠક પરથી ચુંટણી ઉમેદવારી ફોર્મ રજુ કર્યુ છે ત્યારે આજ રોજ તેઓના ઉમેદવારી પત્રક ભરતી વખતે રીતસરના શકિતપ્રદર્શનના દર્શન થવા પામી રહ્યા છે.તેઓના આજના ફોર્મ રજુ કરતી વેળાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતીથી ભાવનગર કેસરીયા માહોલથી રંગાઈ જવા પામ્યુ હોવાનો વર્તારો પણ ખડો થવા પામ્યો હતો. નોધનીય છે કે વિજયમુહર્તમાં જીતુભાઈ વાઘાણી ફોર્મ ભરે તે પહેલા તેઓએ મંદીરે દર્શન કર્યા હતા.