ભાવનગરના વલ્લભીપુર હાઇવે પર રીક્ષા-કાર વચ્ચે અકસ્માતઃ ત્રણ લોકો ઘાયલ


(જી.એન.એસ.)ભાવનગર,ભાવનગરની સવાર અકસ્માતથી થઈ છે. વલ્લભીપુર હાઇવે પર ચમારડી નજીક અકસ્માત થયો છે. રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો છે. બંન્ને વાહનો સામ-સામે ધડાકાભેર અથડાતા બે થી ત્રણ લોકોને ઈજા છે. આ અકસ્માતમાં કાર અને રીક્ષા બંન્ને ભાંગીને ભુક્કો થઈ ગયા છે.ભાવનગરના વલ્લભીપુર અને ચમારડી હાઇવે પર સામસામે આવી રહેલા કાર અને રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૨ થી વધુ લોકો ને ઈજા પહોચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પટલ ખસેડવામાં આવ્યા હતા.રીક્ષા અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર અને રીક્ષા બંને ધડાકાભેર અથડાતાં બંને ગાડીઓ રોડ સાઈડના ખાળિયામાં ઉતરી ગઈ હતી. બંન્ને વાહનો સામ-સામે ધડાકાભેર અથડાતા બે થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. જ્યારે ૭ થી વધુ લોકોનો આબાદ બચાવ થયો હતો.અકસ્માતમાં કાર અને રીક્ષા બંન્ને ભાંગીને ભુક્કો થઇ ગયા હતા. જ્યારે અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક ફરી શરૂ કરાવ્યો હતો, અકસ્માતના પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.