ભાવનગરના રંઘોળા અકસ્માતમાં વધુ બેના મોત :PM દ્વારા ૫ણ રૂા.૨ લાખની સહાય

અમદાવાદ : ભાવનગરના ઉમરાળાના રંઘોળા ગામે ત્રણ દિવસ અગાઉ થયેલા અકસ્માતમાં મૃત્યુઆંક ૩૮ થયો છે.
ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત થયા છે. મૃતકોમાં એક અનિડાના સોમજી રમેશભાઇ ૫રમાર જ્યારે બીજા તળાજાના દિ૫કભાઇ રવજીભાઇ ૫રમાર છે. આ તરફ પીએમ મોદીએ રંઘોળા અકસ્માતમાં સહાયની જાહેરાત કરી છે. વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકોને
પરિજનોને બે લાખ જ્યારે કે ઘાયલોને પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે. મહત્વનુ છે કે રાજય સરકાર
મૃતકોના વારસદારોને ચાર લાખ જ્યારે કે ઘાયલોને વિના મૂલ્યે સારવારની જાહેરાત કરી ચૂકી છે.