ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાંથી ૨.૨૫ લાખના મુદ્દામાલ સાથે ૧૧ જુગારીઓ પકડાયા

(જી.એન.એસ.)ભાવનગર,રાજ્યભરમાં દારૂ અને જૂગારનો ત્રાસ વધતો જાય છે. બુટલેગરો અને શકુનીઓને જાણે કે કાયદાનો ડર જ ના હોય તેમ બેફામ બની ગુનાને અંજામ આપી રહ્યાં છે. તો પોલીસ પણ આવા ગુનાઓને ડામવા ખડેપગે છે. ભાવનગરમાં બાતમીના આધારે પોલીસે રેડ કરી રૂ. ૨.૨૫ લાખના મુદ્દામાલ સાથે ૧૧ જુગારીઓને ઝડપી લીધા છે.ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક મહિલાએ પોતાના રહેણાંકી મકાનમાં જુગારનો અડ્ડો ચલાવતી હોવાથી બોરતળાવ રોડ પોલીસની ટીમે દરોડો પાડી જુગાર રમવામાં તલ્લીન બનેલા દસ ખેલાડીઓને રોકડ,મોબાઈલ, બાઈક મળી કુલ રૂ, ૨ લાખ ૨૫ હજાર ૮૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, તથા જુગારધામ ચલાવતી મહિલાને પણ ઝડપી જેલ હવાલે કરી હતી.ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દારૂ-જુગાર જેવી બદ્દી વ્યાપક પ્રમાણમાં ફૂલીફાલી હોવાથી તેને કડક હાથે ડામી દેવા ખાસ સૂચનાઓ રેન્જ આઈજી દ્વારા આપવામાં આપી હતી જેના પગલે ચોક્કલ બાતમીના આધારે શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મીમિલની ચાલીમાં ખાનદાન સોસાયટીમાં રહેતી લીલાં છગન મકવાણા પોતાના રહેણાંકી મકાનમાં બહારથી જુગાર શોખીનોને બોલાવી જુગારનો અખાડો ચલાવતી હતી, જ્યાં રેડ કરી પોલીસે ૧૧ જુગારીઓને ઝડપી લીધા હતા.