ભારાસર ગામે પ્રભારી સચિવ હર્ષદ પટેલની અધ્યક્ષતામાં રાત્રિ ગ્રામ સભા યોજાઈ

ભુજ ઃ તાલુકાના ભારાસર ગામે કચ્છ જિલ્લાના પ્રભારી સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને સરકારી વિભાગના અધિકારીઓ અને ગ્રામજનોની હાજરીમાં વિવિધ સરકારી વિભાગોની યોજનાઓ વિશે અને અડચણરૂપ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. સૌ પ્રથમ ભારાસર કન્યાશાળાના આચાર્ય દર્શનાબેન સોની દ્વારા આવેલ અધિકારીનું ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો દ્વારા સન્માન કરાયું હતું. ગામના સરપંચ નીલેશભાઈ વરસાણીએ અધિકારીઓનું શાબ્દિક સ્વાગત કરી ભારાસર ગામની પ્રાથમિક માહિતી આપી અને ગામમાં ગ્રામ પંચાયત અને સ્વૈરછીક સંસ્થાઓ દ્વારા થઇ રહેલ ગામના વિકાસ અને પ્રગતિની માહિતી આપી હતી. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હમુુમંતસિંહ જાડેજા એ એનઆરઆઈ લોકો માટે ગામના વિકાસ માં યોગદાન અંગે સરકારની “વતનપ્રેમ યોજના” અંગે વિસ્તૃત માહિતી આપી અને ગ્રામજનોને લાભ લેવા જણાવ્યું હતુંં. ગામ માં વીજળીકરણના જે કઈ પ્રશ્નો હોય તેનો તાત્કાલિક નિકાલ થાય અને સૌર ઉર્જાનો વધુમાં વધુ લાભ ગ્રામજનોને મળે તેવી બાહેંંધરી પીજીવીસએલના નાયબ ઇજનેરે આપી હતી. ગાંધીનગરથી ખાસ ઉપસ્થિત સચિવ હર્ષદ પટેલે હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીથી બચવા માટે રસીકરણ પર ખાસ ભાર મુકવા જણાવ્યું હતું. ગામમાં ૧૦૦ ટકા રસીકરણ થાય એવી ભલામણ કરી હતી. વિશેષમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ રસીકરજની ઉપયોગીતા અને ભારાસર ગામમાં રસીકરણની વ્યવસ્થા અંગે સૂચનો કાર્ય હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હમુમંતસિહ જાડેજાએ ભારાસર ગામને એક મોડેલ વિલેજ બનાવવા માટે સરકારે પસંદ કરેલ છે જેમાં ખૂટતી સુવિધાઓ પૂરી કરવા માટે સરકાર કટીબદ્ધ છે. વધુમાં પ્રાઈમૂવ સંસ્થા તેમજ યુનિસેફ સંસ્થા મારફતે ગામને મોડેલ વિલેજ બનાવવા અંતર્ગત ઓડીએફ સ્થાયિત્વ અને ઓડીએફ પ્લસની કામગીરી હાલમાં ચાલી રહી છે તે અંગે પ્રાઈમૂવ સંસ્થાના મોબીલીજર વિમલ નાગુએ અધિકારીઓને માહિતગાર કર્યા હતા. આ રાત્રી ગ્રામસભામાં નાયબ કલેકટર અતીરાગ ચપલોત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આસ્થા મેડમ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિ, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ, મામલતદાર શ્રી બારહટ, તાલુકા વિકાસ અધિકારી શૈલેશભાઈ રાઠોડ, માનકુવા પીઆઈ શ્રી જાડેજા, ઉપસરપંચ કાનજીભાઈ હિરાણી તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો, આરોગ્ય કમંચારીઓ, ખેતીવાડી અધિકારીઓ, આંગણવાળી કર્મચારી, આશાવર્કરો, ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા.