ભારાસરમાં યુવાનની હત્યા કરી ભાગી છુટેલા આરોપી પોલીસ પકડથી બહાર

ભુજ : તાલુકાના ભારાસર ગામે રહેતા યુવાનની ક્રુરતા પૂર્વક હત્યા કરી નાસી છુટેલા હત્યારાઓ બનાવના પાંચમાં દિવસે પણ પોલીસના હાથમાં આવ્યા ન હતા. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૬-૮ના રાત્રીના ૮ઃ૩૦ વાગ્યે લાપતા થયેલા અરવિંદ સુલેમાન કોલી (ઉ.વ. ર૭) (રહે ભારાસર તા. ભુજ)નો હત્યા કરેલ નગ્ન હાલતમાં મૃતદેહ તા. ૧૮-૮ના સવારે દસ વાગ્યે ભારાસર ગામ તળાવ કિનારે વોકળામાંથી મળી આવતા પોલીસે મૃતકના માતા શરીફાબાઈની ફરીયાદ પરથી ગામના જ રમેશ ખમીસા કોલી તથા બે દિકરા અનિલ અને મહેશ સામે રસ્તા બાબતે ચાલતા મનદુઃખે હત્યા કરી હોવાના આરોપ સર ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. હત્યાના બનાવને આજે પાંચ દિવસ જેટલો સમયવિતી ગયો છતા હત્યારાઓ સુધી પહોંચવામાં પોલીસને કોઈ મહત્વના સુરાગ મળેલો નથી. આ બાબતે તપાસ જાચનો સંપર્ક સાધતા આરોપીઓને પકડી પાડવા તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.