ભારત માટે ૭૦૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ખરીદતી WHO

(જી.એન.એસ)જિનિવા,ભારતમાં કોરોના સંક્રમિતોની વધતી સંખ્યાથી પરેશાન છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્રએ કોરોનાની સામે ભારતની લડાઈમાં મદદ કરવા માટે કહ્યું હતું કે WHO અને યુનિસેફની ટીમો ઉપકરણ અને ૭૦૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને ૫૦૦ નેસલ ઉપકરણો અને ઓક્સિજનના સપ્લાય માટે ઉત્પાદન કરતાં મશીનો ખરીદી રહી છે. WHO મોબાઇલ હોસ્પિટલ સંસ્થાઓને સ્થાપિત કરવામાં પણ મદદ કરી રહી છે. યુએને કહ્યું છે કે આરોગ્ય અધિકારીઓને ટેકો આપવા માટે ૨૬૦૦થી વધુ હુએ ફીલ્ડ અધિકારીઓને તહેનાત કર્યા છે. હુના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ગ્રેબ્રેયેસિસે ભારતની કોવિડની સ્થિતિ હ્રદયદ્વાવક જણાવી છે.ભારતને કોરોના સંક્રમિતોની વધતી સંખ્યાની વચ્ચે વૈશ્વિક સ્તરે સમર્થન મળી રહ્યું છે. કોરોના સામેની લડાઈમાં ભારત યુકે, ફ્રાંસ, આયર્લેન્ડ, જર્મની, ઓસ્ટ્રેલિયા રશિયા, કુવેત, સિંગાપોર, સાઉદી અરેબિયા અમીરાત, હોંગકોંગ, થાઇલેન્ડ, અમેરિકા અને ચીન જેવા કેટલાય દેશોથી મદદ કરવામાં આવી રહી છે, જેમાં ઓક્સિજન કોન્સ્ટ્રેટર, વેન્ટિલેટર, લિક્વિડ ઓક્સિજન, પીપીઈ, પરીક્ષણ કિટ, એન ૯૫ માસ્ક, ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર આપી રહ્યા છે. અમેરિકાએ કોરોના રસી બનાવવા માટે જરૂરી કાચા માલની નિકાસ પર પ્રતિબંધ દૂર કર્યો છે. હાલમાં ૧૮ વર્ષથી વધુ વયના લોકોને રસીકરણના કાર્યક્રમમાં વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે.ભારતમાં પહેલી મેથી ત્રીજા તબક્કામાં રસીકરણ ઝુંબેશ શરૂ થઈ રહી છે. આ ઝુંબેશમાં ૧૮ વર્ષથી વધુ વયના લોકોને રસી લગાડવામાં આવશે. એના માટે ૨૭ એપ્રિલથી રસીકરણના રજિસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે. જોકે હાલ કેટલાંક રાજ્યોએ કેન્દ્રને ફરિયાદ કરી છે કે એમને રસીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.